Gujarat Exclusive > દેશ-વિદેશ > શું 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચાશે દૂધ? ટ્વીટર પર ખૂબ થઈ રહ્યું છે ટ્રેન્ડ

શું 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચાશે દૂધ? ટ્વીટર પર ખૂબ થઈ રહ્યું છે ટ્રેન્ડ

0
62

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો થયા બાદ હવે સોશિયલ મીડિયા પર 1 માર્ચથી દૂધની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ લીટર વેચાવાને લઈને “#1मार्च_से_दूध_100_लीटर” ટ્રેન્ડ થઈ રહ્યું છે. એવામાં સ્વાભાવિક છે કે, લોકોને સવાલ થાય કે, શું ખરેખર લોકોને 1 માર્ચથી દૂધ ખરીદવા માટે 100 રૂપિયા આપવા પડશે? Milk Price Hike

શનિવારે સવારથી ટ્વીટર પર 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર દૂધ વેચાણની વાત ટ્રેન્ડ કરી રહી છે. લાખો લોકો અત્યાર સુધી “#1मार्च_से_दूध_100_लीटर” હૈશટૈગની સાથે ટ્વીટ કરી રહ્યાં છે. ટ્વીટ કરનારા લોકોમાં મોટાભાગના લોકો ખેડૂત અથવા તો ખેડૂત આંદોલન અને ખેડૂતોની માંગને સમર્થન આપનારા લોકો જ છે.

એવું લાગે છે કે, ખેડૂત લગભગ 3 મહિનાથી દિલ્હીની બોર્ડર પર ધરણાં કર્યા બાદ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગી રહ્યાં છે. Milk Price Hike

આ પણ વાંચો: ‘Rate ₹ 2500, Call Me’ અમદાવાદની સગીરાને કોલગર્લ બતાવી ફેસબૂક પર ફોટો અપલોડ કર્યો Milk Price Hike

જાણો શું છે સચ્ચાઈ? Milk Price Hike
વાસ્તવમાં દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડર પર કિસાન આંદોલનના મંચ પરથી ભારતીય કિસાન યુનિયનના અંબાલા જિલ્લા પ્રધાન મલકીત સિંહે એક નિવેદન આપ્યું હતું. જેમાં મલકીત સિંહે કહ્યું હતું કે, 1 માર્ચથી દેશભરના ખેડૂતો દૂધની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવા જઈ રહ્યાં છે. દૂધની કિંમતમાં 50 રૂપિયાના વધારો કર્યા બાદ હાલ 50 રૂપિયે લીટર વેચાતું દૂધ 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવશે.

ડીઝલની કિંમતો વધારીને સરકાર ખેડૂતોને પરેશાન કરી રહી છે Milk Price Hike
ખેડૂતો વચ્ચે મલકીત સિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોના અનાજ ખરીદી માટે MSP કાયદો નહીં બનાવીને પેટ્રોલ, ડીઝલની કિંમત વધારીને ખેડૂતોને ચોતરફથી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જો કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ નહીં માને, તો આગામી દિવસોમાં આંદોલન શાંતિપૂર્વક આગળ વધારતા અમે શાકભાજીના ભાવમાં વધારો કરીશું. Milk Price Hike

ખેડૂત નેતાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર 1 માર્ચથી દૂધની કિંમતો 100 રૂપિયા થવાને લઈને ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જ્યારે મીડિયા સાથે વાતચીત કરતા સંયુક્ત કિસાન મોર્ચા તરફથી એક નેતાએ જણાવ્યું કે, આ મુદ્દે સત્તાવાર રીતે કશું જ નથી કહેવામાં આવ્યું. આ માત્ર અમારા મોર્ચના એક નેતાનું નિવેદન છે. જેને દેશભરના લોકોનું સમર્થન મળી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat