Gujarat Exclusive > The Exclusive > બહારગામથી 488 કોરોના પોઝિટિવ મુસાફરો અમદાવાદ આવ્યા

બહારગામથી 488 કોરોના પોઝિટિવ મુસાફરો અમદાવાદ આવ્યા

0
121
  • છેલ્લાં વીસ દિવસ દરમિયાન એ.એમ.સી. દ્રારા થયેલા ટેસ્ટિંગમાં થયો ધડાકો
  • કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદમાં પ્રવેશ્યા હોત તો..

મનોજ કે. કારીઆ, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા છેલ્લાં વીસ દિવસ સુધી અમદાવાદ આવતી જુદી જુદી ટ્રેઇનોના મુસાફરોના કરેલાં પરીક્ષણમાં 488 કોરોના પોઝિટિવ (migrants-corona-testing)દર્દીઓ મળી આવ્યા હતા. જો કે તેમાં કેટલાંક મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો અમૂક મુસાફરોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

જો આ પરીક્ષણની કામગીરી ના કરવામાં આવી હોત અને આ કોરોના પોઝિટિવ દર્દીઓ(migrants-corona-testing) વગર ચકાસણીએ સીધા શહેરમાં પ્રવેશ કરી લીધો હોત તો સંક્રમણના કારણે પરિસ્થિતિ વણસી હોત તેમાં બેમત નથી. આ કામગીરી પહેલાં કેટલાં મુસાફરોએ (migrants-corona-testing)અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો હશે તે તો માત્ર કલ્પનાનો વિષય છે.

આ પણ વાંચોઃ ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 28 પોઝિટિવ કેસ મળ્યા

પરપ્રાંતીય મજૂરોનું કરાયું પરીક્ષણ

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પરીક્ષણ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં (migrants-corona-testing)કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ (migrants-corona-testing)કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર પરીક્ષણની (migrants-corona-testing) કામગીરી 7મી સપ્ટેમ્બરથી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ BREAKING: કોવીડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતા ચાય સુટ્ટા બાર સીલ

આ કામગીરીના ભાગરુપે દરરોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોના મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવે છે. દરરોજ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ, મુઝફરપુર એક્સપ્રેસ તથા ગોરખપુર એક્સપ્રેસ આવે છે. જયારે સપ્તાહમાં એક દિવસ હાવરા એક્સપ્રેસ આવે છે. આ ચાર ટ્રેનોમાં 7મીથી માંડીને 26મી સપ્ટેમ્બર સુધી એટલે કે છેલ્લાં વીસ દિવસમાં કોર્પોરેશને જાહેર કરેલાં આકડાં પ્રમાણે 33,289 મુસાફરો અમદાવાદ આવ્યા હતા. તેમાંથી 488 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.જેમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો 20 સપ્ટેમ્બરના રોજ 42 અને 13 સપ્ટેમ્બરના રોજ 41 કેસો મળ્યા હતા.

આ પણ વાંચોઃ કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં એક્ટિવ કેસોનો ચોંકાવનારો આંકડો

દરમિયાનમાં રેલવે તરફથી સાબરમતી રેલવે સ્ટેશન નજીક આવેલા તેમના બિલ્ડીંગમાં કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં ઉપરોક્ત મુસાફરો પૈકી ઘણાંને ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તે પહેલાં આ મુસાફરોને કોવિડ હોસ્પિટલોમાં દાખલ કરાતાં હતા. જયારે અમૂકને સામાન્ય લક્ષણો હોવાથી હોમ કવોરોન્ટાઇન કરાયાં હતા. જો કે હજુ પણ પરીક્ષણની કામગીરી ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કઇ તારીખે કેટલાં મુસાફરોને કોરોના પોઝિટિવ આવ્યા ?

તારીખ કુલ મુસાફર. પોઝિટિવ કેસની સંખ્યા

26/9 1223 28
25/9 1368 17
24/9 1221 23
23/9 1307 19
22/9 1400 24
21/9 1703 18
20/9 2442 42
19/9 1636 25
18/9 1780 22
17/9 1694 20
16/9 1594 16
15/9 1628 15
14/9 1580 17
13/9 2188 41
12/9 1713 31
11/9 1885 22
10/9 1579 28
9/9 1694 31
8/9 1782 16
7/9 1872 33