Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ઓખા નજીક બે વિદેશી મહાકાય જહાજ વચ્ચે ટક્કર

ઓખા નજીક બે વિદેશી મહાકાય જહાજ વચ્ચે ટક્કર

0
10

ઓખા પાસે અરબી સમુદ્રમાં બે જાહજ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. એમવી એવિએન્ટર અને એમવી ક્રેઝ આ બે મહાકાય જહાજો એકબીજા સાથે ટકરાયા હતા. જો કે, આ જહાજોની ટક્કર થતા 40 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની પહોંચી નથી.

કોસ્ટ ગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, શુક્રવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ઓખાથી 12 નોટિકલ માઇલ દૂર માર્શલ આઇલેન્ડના MV એવિએટર અને હોંગકોંગના MV એટલાન્ટિક ગ્રેસ વચ્ચે મધ્ય સમુદ્રમાં અથડામણ થઇ હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા.જહાજમાંથી ઓઈલ લીક ન થાય તે માટે કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ સવાર તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં છે

મધદરિયે બે કાર્ગો જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. એક જહાજ હોંગકોંગ અને બીંજુ જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું સામે આવ્યું છે. ટીમે જહાજમાંથી 43 ક્રૂ-મેમ્બરને સુરક્ષિત બચાવી લીધા હતા. હોંગકોંગના જહાજમાં 21 ભારતીય ક્રૂ-મેમ્બર હતા, જ્યારે માર્શલ આઈલેન્ડના જહાજમાં 22 ફિલિપિન્સના ક્રૂ-મેમ્બર સવાર હતા. તમામ ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં છે.

આ અકસ્માત થતાં બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે 43 ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જોકે બંને શિપમાં નુકસાન થયું છે.

“કોઈ જાનહાનિ નથી, ઓઈલ સ્લીકના અહેવાલ છે. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો પ્રદૂષણ નિયંત્રણ જહાજ સહિતના વિસ્તારમાં સ્ટેન્ડ બાય પર છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે,” ગુજરાતના સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat