Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > પોપસ્ટાર બાદ આ પ્રખ્યાત પૂર્વ પોર્ન સ્ટાર પણ આવી ભારતના ખેડૂતોની વ્હારે

પોપસ્ટાર બાદ આ પ્રખ્યાત પૂર્વ પોર્ન સ્ટાર પણ આવી ભારતના ખેડૂતોની વ્હારે

0
371
  • વિદેશી સેલિબ્રિટીઝ ખેડૂતોના સમર્થનમાં આવતા વિદેશ મંત્રાલય ભડક્યું
  • રિહાન્ના, ગ્રેટા બાદ મિયા ખલિફાએ લખ્યું- અમે ખેડૂતોની સાથે છીએ

નવી દિલ્હીઃ ભારતનું ખેડૂત આંદોલન આંતરરાષ્ટ્રીય સ્તરે  (Mia Khalifa Suport Farmer) ધ્યાન ખેંચ્યું છે. પહેલાં પોપસિંગર રેહાન્નાએ ખેડૂતોનું સમર્થન કર્યું, હવે પ્રખ્યાત પોર્નસ્ટાર પણ ખેડૂતોની વ્હારે આવી છે. લેબનોનમાં જન્મેલી અને હવે લંડનમાં સ્થાયી આ પૂર્વ પોર્ન સ્ટારે ટ્વીટર ભારતના ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ. જેને પગલે સોશિયલ મીડિયા પર યુઝર્સ વધુ એક્ટિવ થઇ ગયા. વિદેશીઓ આ મામલે કૂદતા વિદેશ મંત્રાલય ભડક્યું છે.

પોપ સ્ટાર રિહાન્ના ઉપરાંત જાણીતી પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે પણ ખેડૂતો માટે અવાજ બુલંદ કર્યો. હવે પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ ધરતીપુત્રોનું સમર્થન કર્યું છે.

આ પણ વાંચોઃ 26 જાન્યુઆરી હિંસા: SCનો દખલ આપવાનો ઇનકાર, CJIએ કહ્યુ- સરકાર સામે અપીલ કરો

મિયા ખલિફાએ ઇન્સ્ટા અને ટ્વીટર પર કરી પોસ્ટ

મિયા કે. એડ્રી સ્ટેન એકાઉન્ટ Mia K. (Adri Stan Account) નામનું આ ટ્વીટર એકાઉન્ટ મિયા ખલિફાનું ઓફિશિયલ એકાઉન્ટ માનવામાં આવે છે. મિયા ખલિફા (Mia Khalifa Suport Farmer) લગ્ન બાદથી આ જ એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. છેલ્લા પાંચ વર્ષથી પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દેનારી મિયા ખલિફાએ ટ્વીટર પર ખેડૂતની એક તસવીર પોસ્ટ કરી અંગ્રેજીમાં લખ્યું છે- What in the human rights violations is going on?! They cut the internet around New Delhi?! #FarmersProtest.

એટલે “માનવ અધિકારોનું ઉલ્લંઘન કેમ થઇ રહ્યું છે?! નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ કાપી નાંખવામાં આવ્યું છે?”

જ્યારે બીજા ટ્વીટમાં લખ્યુ- હું ખેડૂત સાથે છું બંને ટ્વીટરમાં તેણે #Farmersprotest કર્યુ છે.

બહારના લોકો પોતાનો એજન્ડા ન ચલાવે

ખેડૂતોના સમર્થનમાં એક પછી વિદેશી સ્ટાર્સ આવતા ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે લોકતંત્રમાં દેખાવો કરવાનો હક છે. પરંતુ આ ખેડૂતોનું એક નાનકડું જૂથ જ આંદોલન કરી રહ્યું છે. તેથી બહારના લોકોએ પોતાનો એજન્ડા ચલાવવો જોઇએ નહીં.

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસની જાહેરાત, દીપ સિદ્ધૂની ધરપકડ કરાવવા પર 1 લાખનું ઇનામ

ખલિફાએ લખ્યું દિલ્હીમાં આ શું ચાલી રહ્યું છે?

મિયા ખલીફા (Mia Khalifa Suport Farmer) એ ઈન્સ્ટા સ્ટોરીમાં પણ ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં રહેલા ફોટામાં ખેડૂતોને ન મારો તેમ લખ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે- ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં ઈન્ટરનેટ કટ દેવામાં આવ્યું, આ શું ચાલી રહ્યું છે.

મિયા ખલિફાની ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તે બહુ ટ્રેન્ડ થવા લાગી. સાથે મીમ પણ બનવા લાગ્યા છે. ટ્રોલિંગ વધતા મિયા ખલિફાએ ખેડૂતોના સમર્થનમાં વધુ એક ટ્વીટ કરી ટ્રોલર્સને જવાબ આપ્યો.

મિયા ખલિફાએ પૈસા લઇ સમર્થન કર્યાનો ટ્રોલર્સનો આરોપ

વાસ્તવમાં ટ્રોલર્સે મિયા ખલિફા પર આરોપ મૂક્યો કે તેણે પૈસા લઇને ખેડૂતોનું સમર્થન કર્યું છે. તેના જવાબમાં ખલિફા (Mia Khalifa Suport Farmer)એ લખ્યું કે આ કોઇ ફિલ્મ નથી કે પૈસા લઇને સમર્થન કરાય. અમે ખેડૂતોની સાથે ઊભા છીએ.

અગાઉ પર્યાવરણવિદ્ ગ્રેટાએ ટ્વીટર પર લખ્યું હતું કે, અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઉભા છીએ. ગ્રેટા થનબર્ગને 2019માં અમેરિકન મેગેઝિન ટાઈમે પર્સન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદને લઇ તે ચર્ચામાં આવી હતી.

ત્યાર બાદ પોપ સ્ટાર રિહાન્નાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે #Farmersprotest પણ લખ્યું હતું. રિહાન્નાની ટ્વીટ બાદ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.

આ પણ વાંચોઃ

પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ- કહ્યું, આના વિશે ‘ચર્ચા કેમ થઈ રહી નથી’

કંગનાએ રિહાન્નાને કહ્યું- મૂર્ખ બેસી જા

કંગનાએ રિહાને જવાબ આપતાં લખ્યું, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે આ ખેડૂતો નથી, આતંકવાદી છે. જે ભારતના ટુકડા કરવા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબજો કરી લે અને અમેરિકા જેવી ચાઈનીઝ કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા મૂર્ખ. અમે લોકો તમારા જેવા મૂર્ખ નથી, જે દેશને વેચે મારે.

નોંધનીય છે કે દિલ્હીમાં 6 ફેબ્રુઆરીની ખેડૂત કૂચને રોકવા અમે ખેડૂત આંદોલન દાબી દેવા માટે ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ કાંટાળી તાર, ખિલા અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના માંગ આ ત્રણેય કાયદા રદ્દ કવામાં આવે તેવી છે. તેમના પરદર્શનને 60 દિવસ થવા આવ્યા. Mia Khalifa Suport Farmer news

વિદેશીઓ પહેલાં વાસ્તવિક્તા ચકાશેઃ વિદેશ મંત્રાલય

વિદેશી સેલિબ્રિટીઝ ખેડૂતોના સમર્થનમાં આવતા વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી લખ્યું કે આ જોઇને દુઃખ થયું કે કેટલાક સંગઠન અને લોકો પોતાના એજન્ડા થોપવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. કોઇ પણ પ્રકારની કોમેન્ટ કરતા પહેલાં તથ્યો અને પરિસ્થિતિઓને ચકાસવી જોઇએ.

વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી સ્થિતિમાં કોઇ પણ સેલિબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્વીટ કરવાનું કે હૈશટૈગ કરવાનું જવાબદારીભર્યું પગલું નથી.

આ પણ વાંચોઃ હવે વિદેશોમાં પડ્યાં ખેડૂત આંદોલનના પડઘા, પૉપ સ્ટાર રિહાના બાદ ગ્રેટા થર્નબર્ગે પણ કર્યું ખેડૂતોનું સમર્થન

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat