Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-14ની 24 મેચમાં મુંબઇએ રાજસ્થાનને 7 વિકેટ હરાવ્યું, ડિકોક-કુણાલે હારની હેટ્રિક અટકાવી

IPL-14ની 24 મેચમાં મુંબઇએ રાજસ્થાનને 7 વિકેટ હરાવ્યું, ડિકોક-કુણાલે હારની હેટ્રિક અટકાવી

0
54

RRના 4 વિકેટે 171 રનના જવાબમાં MIએ 3 વિકેટ 172 રન બનાવી જીત મેળવી

નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સ ગુરુવારે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટ હરાવી(MI Wins Over RR) આ સીઝનમાં હારની હેટ્રિકની બચી ગઇ. મુંબઇને જીતવા માટે 172 રન કરવાના હતા. જે તેણે 18.3 ઓવરમાં 3 વિકેટે પાર કર્યા હતા. તેની જીતમાં ડિકોક અને કૃણાલે મેચ વિનિંગ 63 રનની ભાગીદારી મહત્વની હતી. મેન ઓફ ધ મેચ બનેલા ડિકોકે 50 બોલમાં 6 ફેર અને 2 સિક્સની મદદથી અણનમ 70 નોંધાવ્યા.

કુણાલ પંડ્યાના 26 બોલમાં 39 હતા. જેમાં તેણે 2 ચોગ્ગા- બે છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાન વતી ક્રિસ મોરિસે 33માં બે અને મુસ્તફિજુર્રહેમાને એક વિકેટ લીધી હતી. મહત્વપુર્ણ એ છે કે રાજસ્થાન સામે મુંબઇની છેલ્લી 7 મેચમાં આ બીજી જીત છે.

આ પણ વાંચોઃ ચેન્નાઇ ફરી ફોર્મમાં: સીઝનમાં સતત 5મી જીત સાથે મોખરે, હૈદરાબાદની 7 વિકેટે હાર

રોહિતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

દિલ્હીમાં રમાયેલી IPL 14મી સીઝનની 24મી મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં તેણે 4 વિકેટે 171 રન બનાવ્યા હતા. રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

શિવમ દુબેએ પણ 31 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં 2 ફોર અને 2 સિક્સનો સમાવેશ થાય છે. ઓપનર યશસ્વી જયસ્વાલે 20 બોલમાં 32 રન બનાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 32 બોલમાં 41 રન બનાવ્યા હતા. બટલરે એની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ મારી હતી. MI Wins Over RR

બુમરાહે રાજસ્થાનને બાંધ્યુ, ચહરે બે વિકેટ લીધી

મુંબઈના લેગ સ્પિનર રાહુલ ચહરે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ખેરવી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 15 રન આપી રાજસ્થાનના ખેલાડીઓને બાંધી રાખ્યા હતા.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને KKRના ખેલાડી પેટ કમિન્સે કોરોના માટે PM કેર ફંડમાં આપ્યા 50,000 ડોલર

172 રનનો પીછો કરતા કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 14 રન બનાવીને આઉટ કર્યો હતો. તેણે ડિકોક સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. ત્યારપછી સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 16 રન બનાવીને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો.

મુંબઇ-રાજસ્થાન જીતનો રેસિયો 13-12 થયો

મુંબઇ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઇએ 13 અને રાજસ્થાને 12 મેચ જીતી.જેમાં રાજસ્થાને આ પહેલાની છેલ્લી 6 મેચમાંથી 5માં મુંબઈને પરાસ્ત કર્યું હતું. રાજસ્થાને છેલ્લી મેચમાં કોલકાતાને પણ હરાવ્યું હતું. તેથી તે ફોર્મમાં હતું અને મુંબઈ માટે આ મેચમાં હાર એટલે IPLમાં હારની હેટ્રિકની આશંકા હતી.

પોઇન્ટ ટેબલમાં MI ચોથા સ્થાને

મુંબઇએ જે કે જીત (MI Wins Over RR) મેળવી પોતાની હારની હેટ્રિકને રોકી હતી. આ જીત સાથે મુંબઇના પોઇન્ટ ટેબલમાં 6 અંક થઇ ગયા અને તે ચોથા સ્થાને આવી ગયું. જ્યારે રાજસ્થાન 4 પોઇન્ટ સાથે 7મા સ્થાને છે.

આ પણ વાંચોઃ અશ્વિન સહિત 5 સ્ટાર ખેલાડીએ કોરોનાને કારણે IPLને અધવચ્ચે જ કહ્યું -અલવિદા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat