Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL:પોલાર્ડ નામી સુનામીમાં તણાયું ચેન્નાઇ, મુંબઇ સૌથી સફળ રન ચેઇઝ કરી 4 વિકેટે જીત્યું

IPL:પોલાર્ડ નામી સુનામીમાં તણાયું ચેન્નાઇ, મુંબઇ સૌથી સફળ રન ચેઇઝ કરી 4 વિકેટે જીત્યું

0
32

ચેન્નાઇના 218/4 રન સામે મુંબઇ ઇન્ડિયને 6 વિકેટે 219 કર્યા, કિરોન પોલાર્ડના 34 બોલમાં 87* રન બે વિકેટ પણ

નવી દિલ્હીઃ શનિવારે રાત્રે IPL 14મી સીઝનની 27માં મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ સૌથી સફળ રન ચેઇઝ કરી ચેન્નાઇ સુપર કિંગ (CSK)ને 4 વિકેટે (MI Wins Over CSK) હરાવી દીધું. આ મેચમાં મુંબઇના પોલાર્ડ નામી સુનામી સામે ચેન્નાઇ રીતસર તણાઇ ગયું હતું.

4 વિકેટે 218 રન કરવા છતાં તેને સીઝનમાં 7 મેચમાંથી બીજો પરાજય સહન કરવો પડ્યો. પોલાર્ડે પહેલાં તો બોલિંગમાં 2 ઓવરમાં 12 રન આપી 2 વિકેટ ખેરવી હતી. જેમાં ફાક ડુપ્લેસિસ અને સુરૈશ રૈના જેવા ધુરંધરોને આઉટ કર્યા. પછી બેટિંગમાં તોફાન મચાવી માત્ર 34 બોલમાં અણનમ 87 રન ઝૂડી નાંખ્યા. જેમાં 8 સિક્સ અને 6 ફોરનો સમાવેશ થાય છે. અલબત્ત 18મી ઓવરમાં ડુપ્લેસીસે પોલાર્ડનો કેચ ડ્રોપ કર્યો હતો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ (MI Wins Over CSK)રહ્યો.

આ પણ વાંચોઃ IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન

મુંબઇ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને

મુંબઇએ આ હવે પોઇન્ટ ટેબલમાં 7માંથી 4 વિજય મેળવી 8 પોઇન્ટ સાથે ચોથુ સ્થાન મેળવી લીધું. ચેન્નાઇ, દિલ્હી અને બેંગ્લોર 10-10 પોઇન્ટ સાથે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. મુંબઇએ આ જીત સાથે ચેન્નાઇને છેલ્લી 9માંથી 7 મેચમાં હરાવ્યું.

પોલાર્ડની સીઝનમાં ફાસ્ટેસ્ટ ફિફટી

પોલાર્ડે માત્ર 17 બોલમાં આ સીઝનની સૌથી ઝડપી અર્ધ સદી ફટકારી. આના એક દિવસ પહેલાં જ દિલ્હીના પૃથ્વી શોએ 18 બોલમાં ફિફટી કરી હતી. જ્યારે અંબાતી રાયડું ગઇ કાલે જ અને રાજસ્થાનના દીપક હુડાએ 20-20 બોલમાં સીઝનની અર્ધ સદી કરી. પોલાર્ડની વ્યક્તિગત આ 16મી આઇપીલ અર્ધ સદી છે.

તે પહેલાં કેપ્ટન રોહિત શર્મા (35) અને ક્વિનેટોન ડીકોક (38)એ પ્રથમ વિકેટમાં 71 રનની ભાગીદારી કરી મુંબઇને સારી શરુઆત આપી હતી. જ્યારે કૃણાલ પંડ્યા(32)એ પોલાર્ડ સાથે ચોથી વિકેટમાં મહત્વની 89 રનની ભાગીદારી કરી ટીમ માટે જીતનો પાયો નાંખી દીધો હતો.

કૃણાલે 23 બોલમાં બે ફોર બે સિક્સ ફટકારી હતી. જ્યારે રોહિતે 24 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. ડિકોકે પણ 28 બોલમાં રોહિત જેટલા જ ચોગ્ગા-છગ્ગા માર્યા.

આ પણ વાંચોઃ IPL-14: કોલકાતાને હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને, પૃથ્વીનો શાનદાર શૉ

મોઇન-ડુપ્લેસિસ અને રાયડુની મહેનત એળે

અગાઉ મુંબઇએ ટોસ જીતી ચેન્નાઇને દાવમાં ઉતાર્યું હતું. CSKની શરુઆત બહુ ખરાબ રહી હતી. ઋતુરાજ ગાયકવાડ માત્ર 4 રન બનાવી આઉટ થતાં તેને ચાર રનમાં જ પ્રથમ આંતકો લાગ્યો હતો. પરંતુ ત્યાર બાદ ત્રીજા ક્રને આવેલા મોઇન ખાને ફાક ડુપ્લેસિસ સાથે બીજી વિકેટમાં 108 રનની મજબૂત પાર્ટનરશીપ કરી હતી.

મોઇન 11મી ઓવરમાં36 બોલમાં 5-5 ફોર-છગ્ગા સાથે 58 રન બનાવી આઉટ થયો હતો. ડુપ્લેસિસે 28 બોલમાં 2 ફોર અને 4 છગ્ગાની મદદથી 50 રન નોંધાવ્યા. તેની અને રૈનાની વિકેટો ઉપરા ઉપરી 116 રનના સ્કોરે જ પડી ગઇ હતી. પરંતુ ત્યાર બાદ અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજાએ વધુ નુકસાન અટકાવી ટીમનો જુમલો 218 પર પહોંચાડ્યો હતો. MI Wins Over CSK

અંબાતી 27 બોલમાં 72 રને અને જાડેજા 22 બોલમાં 22 રન કરી અણનમ રહ્યા હતા. અંબાતીએ 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારવાની સાથે 20 બોલમાં અર્ધ સદી પુરી કરી હતી. બંને વચ્ચે 5મી વિકેટમાં 102 રનની ભાગીદારી નોંધાઇ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat