Gujarat Exclusive > IPL 2020 > MI vs KXIP: કિંગ્સ પર ભારી પડ્યા પોલાર્ડ અને પંડ્યા, 48 રનથી હારી પંજાબ

MI vs KXIP: કિંગ્સ પર ભારી પડ્યા પોલાર્ડ અને પંડ્યા, 48 રનથી હારી પંજાબ

0
133

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13ની 13મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબને 48 રનથી હરાવી સીઝનની બીજી જીત મેળવી હતી. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 70 રન કર્યા હતા.

પ્રથમ ઇનિંગ

મુંબઈ ઇન્ડિન્સ બેટિંગ

કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી મુંબઈ ઇન્ડિન્સને બેટિંગ માટે નિમંત્રણ આપ્યું હતુ. મુંબઈને પહેલી જ ઓવરમાં ડી કોકના સ્વરૂપે ફટકો પડ્યો હતો. ડી કોક (0) પહેલી જ ઓવરમાં કોટ્રેલનો શિકાર બન્યો હતો. તે પછી રોહિત શર્માએ ટીમનો સ્કોર બોર્ડ આગળ વધાર્યો હતો. તેણે ટીમ માટે 45 બોલમાં ત્રણ છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 70 રન કર્યા હતા. અંતમાં કેરેન પોલાર્ડ (47*) અને હાર્દિક પંડ્યા (30*)એ વિસ્ફોટક બેટિંગ કરતા ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે 4 વિકેટના નુકશાને 191 રન કર્યા હતા.

પંજાબ બોલિંગ

કોટ્રેલ સિવાય પંજાબના બધા બોલરને મુંબઈ ઇન્ડિન્સના બેટ્સમેનોએ ઘણાં રન ફટકાર્યા હતા. પંજાબ તરફથી કોટ્રેલ, શમી, ક્રિશ્નપ્પા ગૌથમે 1-1 ઝડપી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનના વિજયરથ પર બ્રેક, KKRએ સિઝનની બીજી મેચ જીતી

બીજી ઇનિંગ

કિંગ્સ ઇલેવન પંજાબ બેટિંગ

મુંબઈ ઇન્ડિયન્સે પંજાબને જીતવા માટે 192નો લક્ષ્ય આપ્યો હતો. તેને ચેઝ કરવા ઉતરેલી પંજાબે મયંક અગ્રવાલ (25)ના સ્વરૂપે તેની પ્રથમ વિકેટ ગુમાવી. પંજાબના બધા ઇનફોર્મ બેટ્સમેન આજે ફોર્મમાં ના દેખાયા. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (17) પણ સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પંજાબ તરફથી સૌથી વધુ નિકોલસ પૂરને રન કર્યા. તેણે 27 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 44 રન કર્યા. તે સિવાય એક પણ બેટ્સમેન ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો ના હતો. મેક્સવેલ આજે ફરી નિષ્ફળ સાબિત થયો.

મુંબઈ ઇન્ડિયન્સ

મુંબઈ ઇન્ડિયન્સના બોલરોએ મેદાન પર તરખાટ મચાવ્યો હતો. મુંબઈએ એક પણ બેટ્સમેનને પીચ પર જમવા ના દીધો. મુંબઈ તરફથી જેમ્સ પેટિન્સન, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહરે 2-2 વિકેટ ઝડપી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને કુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.