Gujarat Exclusive > IPL 2020 > MI vs DC: ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર મુંબઈ, દિલ્હીને 57 રને આપી મ્હાત

MI vs DC: ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર મુંબઈ, દિલ્હીને 57 રને આપી મ્હાત

0
102

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ ક્વાર્ટર ફાઇલન મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે (MI vs DC) રમાઇ હતી. જેમાં મુંબઈએ દિલ્હીને 57 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે દિલ્હીને વધુ એક તક મળશે. શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. તે મેચમાં જે પણ જીત મેળવશે, તે દિલ્હી સામે ક્વાર્ટર ફાઇનલ-2 રમશે. ઉલ્લેખનીય છે કે મુંબઈએ દિલ્હીને 201 રનનો લક્ષ્ય આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 143 રન કર્યા.

પ્રથમ ઇનિંગ (MI vs DC)

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. જોકે તે પછી ક્વિન્ટન ડિકોક અને સુર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. ડિકોકે 25 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 40 રન કરી પવેલિયન પરત ફર્યો હતો. તે પછી સુર્યકુમાર યાદવ આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. જ્યારે ઇશાન કિશને પણ શાનદાર રમત રમી હતી. તે 30 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન કરી અણનમ રહ્યો. અંતમાં હાર્દિક પંડ્યાએ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યુ હતું. તેણે માત્ર 14 બોલમાં 5 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રન બનાવ્યા.

દિલ્હી કેપિટલ્સ બોલિંગ

દિલ્હી કેપિટલ્સની બોલિંગ ખરાબ રહી. તેના બોલરો આજે ખૂબ જ ખર્ચાણ રહ્યા. ટીમનો પ્રમુખ બોલર કગિસો રબાડા આજની મેચમાં વિકેટ લેવામાં સફળ ના રહ્યો અને 4 ઓવરમાં 42 રન ખર્ચી નાંખ્યા. દિલ્હી તરફથી સૌથી વધુ વિકેટ અશ્વિને લીધી. તેણે 4 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ ઝડપી. તે સિવાય નોર્ખિયા અને સ્ટોઇનિસે 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: IPL 2020 Play off: આ ચાર ટીમ વચ્ચે મુકાબલો, દિલ્હી-બેંગ્લોરને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની તક

બીજી ઇનિંગ (MI vs DC)

દિલ્હી કેપિટલ્સ બેટિંગ

મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 201 રનનો લક્ષ્ય આપ્યો. દિલ્હીની શરૂઆત ખરાબ રહી અને શૂન્ય રને તેની 3 વિકેટ પડી ગઈ હતી. ઇન્ફોર્મ બેટ્સમેન શિખર ધવન, અજિંક્ય રહાણે અને પૃથ્વી શો શૂન્ય રને આઉટ થયા. તે પછી શ્રેયસ અય્યરે ટીમની ઇનિંગ આગળ વધારી પરંતુ તે પણ ટીમ માટે કંઇ ખાસ ના કરી શક્યો અને 12 રન કરી આઉટ થયો. માર્કસ સ્ટોઇનિસ અને અક્ષર પટેલે ટીમ માટે સારી રમત રમી હતી. માર્કસ સ્ટોઇનિસે 46 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન કર્યા જ્યારે અક્ષર પટેલે 33 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રન કર્યા હતા. ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 143 રન કરી શકી. જોકે ટીમને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. એલિમિનેટરમાં જે પણ ટીમ જીતશે તે દિલ્હી સામે ક્વાર્ટર ફાઇનલ-2 રમશે.

મુંબઈ ઇન્ડિયન્સ બોલિંગ

મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ શાનદાર રહી હતી અને ટીમના બોલરોએ દિલ્હી કેપિટલ્સના શૂન્ય રને 3 વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 14 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ ઝડપી. આ ઉપરાંત કૃણાલ પંડ્યા અને કાઇરન પોલાર્ડે 1-1 વિકેટ ઝડપી.