Gujarat Exclusive > IPL 2020 > MI vs DC: મુંબઈએ પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો, દિલ્હીનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટ્યું

MI vs DC: મુંબઈએ પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો, દિલ્હીનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટ્યું

0
73

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે રમાઇ (MI vs DC) હતી. જેમાં મુંબઈએ દિલ્હીને હરાવી પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો છે. મુંબઈએ દિલ્હીને 5 વિકેટથી હરાવ્યું. દિલ્હીએ મુંબઈને 157 રનનો લક્ષ્ય આપ્યો હતો. રોહિત શર્માની 68 રનની ઇનિંગથી મુંબઈએ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ સતત બીજી વખત ચેમ્પિયન બની છે. તેણે કુલ 5 વખત IPL ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. મુંબઈ અગાઉ 2013, 2015, 2017 અને 2109માં ચેમ્પિયન બની હતી. આ પાંચેય ટ્રોફી મુંબઈએ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ જીતી છે. પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સનો ખિતાબ જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયુ. દિલ્હી 13 વર્ષમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી.

પ્રથમ ઇનિંગ (MI vs DC)

દિલ્હી કેપિટલ્સ બેટિંગ

દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. તેની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ બોલે જ ઇનફોર્મ બેટ્સમેન માર્કસ સ્ટોઇનિસ શૂન્ય રને આઉટ થયો હતો. તે પછી રહાણે પણ માત્ર 2 રન કરી આઉટ થયો હતો. દિલ્હીની આશા શિખર ધવન પર ટકેલી હતી, તે પણ અપેક્ષા મુજબ પ્રદર્શન ના કરી શક્યુ અને 13 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 15 રન કરી આઉટ થયો. કેપ્ટન શ્રેયસ અય્યર અને રિષભ પંતે લડાયક રમત રમી હતી અને ટીમનો સ્કોર 150 પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર (65*) અણનમ રહ્યો. જ્યારે રિષભ પંતે 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન કર્યા. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 1565 રન કર્યા.

આ પણ વાંચો: IPL 2020: SRH વિરુદ્ધ કાગિસો રબાડાનું જાદૂઈ પ્રદર્શન, ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો

મુંબઈ ઇન્ડિયન્સ બોલિંગ

મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ અપેક્ષા મુજબ ઉમદા રહી હતી. મુંબઈને શરૂઆતમાં જ ટ્રેન્ટ બોલ્ટે બ્રેક થ્રૂ અપાવ્યો હતો. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલ્ટર નાઇલ 2 અને જયંત યાદવે 1 વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ (MI vs DC)

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 157 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ લક્ષ્ય મુંબઈએ સરળતાથી પ્રાપ્ત કર્યો. મુંબઈએ 5 વિકેટના નુકશાને આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ છે. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 68 રન ફટકાર્યા. જ્યારે ક્વિન્ટન ડિકોક 20, સૂર્યકુમાર યાદવ 19, ઈશાન કિશન 33*, કાયરન પોલાર્ડ 9, હાર્દિક પંડ્યા 3 અને કૃણાલ પંડ્યાએ 1* રન કર્યા.

દિલ્હી કેપિટલ્સ બોલિંગ

દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ વિકેટ નોર્ખિયા ઝડપી. તેણે 2.4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે કગિસો રબાડા અને માર્કસ સ્ટોઇનિસે 1-1 વિકેટ ઝડપી હતી.