Gujarat Exclusive > IPL 2020 > MI vs CSK: IPLના ઇતિહાસમાં ચેન્નઈ પ્રથમ વખત પ્લે ઓફમાંથી બહાર, મુંબઈએ 10 વિકેટે હરાવ્યું

MI vs CSK: IPLના ઇતિહાસમાં ચેન્નઈ પ્રથમ વખત પ્લે ઓફમાંથી બહાર, મુંબઈએ 10 વિકેટે હરાવ્યું

0
78

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનની 41મી મેચ શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે (MI vs CSK)રમાઇ હતી. જેમાં મુંબઈએ ચેન્નઈને 10 વિકેટે હરાવ્યું. ચેન્નઈએ મુંબઈને 115 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને મુંબઈએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કરી લીધો હતો. આ મેચ ગુમાવ્યાની સાથે ચેન્નઈએ પ્લે ઓફમાં પહોંચવાની આશા પણ ગુમાવી દીધી છે.

પ્રથમ ઇનિંગ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બેટિંગ

મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ટોસ જીતી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં જ ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ચેન્નઈના બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ 0, ઇન્ફોર્મ ડુ પ્લેસિસ 1, રાયડુ 2, એન જગદિશન 0 અને રવિન્દ્ર જાડેજા 7 રને આઉટ થયો હતો. ચેન્નઈના કેપ્ટન ધોની પણ ના ચાલ્યો અને તે 16 રન કરી આઉટ થઇ ગયો હતો. 15મી ઓવરમાં ચેન્નાઈની 8મી વિકેટ પડી હતી. શાર્દૂલ ઠાકુર 20 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. સેમ કરન 52 રનની લડાયક ઈનિંગ રમી 20મી ઓવરના અંતિમ બોલે બોલ્ડ થયો હતો. સેમ કરન અને તાહિર વચ્ચે 43 રનની ભાગીદારી થઈ હતી. તાહિર 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 114 રન બનાવ્યા.

આ પણ વાંચો: SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, મનીષ-વિજય વચ્ચે 140 રનની ભાગેદારી

મુંબઈ ઇન્ડિયન્સ (MI) બોલિંગ

મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ લીધી હતી અને તે તેને ફળી પણ હતી. મુંબઈના બોલરોએ ચેન્નઈના બેટ્સમેનોને પીચ પર ટકવા ના દીધો અને ટપા-ટપા વિકેટો પાડી હતી. મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ ટ્રેન્ટ બોલ્ટે ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 18 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહ અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત કુલ્ટર નાઇલે પણ એક વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ

મુંબઈ ઇન્ડિયન્સ (MI) બેટિંગ

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 115 રનનો આસાન લક્ષ્ય આપ્યો હતો અને મુંબઈની ઓપનિંગ જોડીએ આ લક્ષ્ય 12.2 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. મુંબઈના ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન (68*) અને ક્વિન્ટન ડિકોક (46*)ની જોડીએ આ લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બોલિંગ

ચેન્નઈ સુપર કિંગ્સના બોલરોએ આજની મેચમાં એક પણ વિકેટ લીધી ના હતી.