Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લોન્ચ થશે Mi 10i, 108MPનો મળશે કેમેરા

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લોન્ચ થશે Mi 10i, 108MPનો મળશે કેમેરા

0
179

શાઓમી ઇન્ડિયા હેડ કુમાર જૈને વીડિયો બનાવી લોન્ચ ડેટની માહિતી આપી

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી Xiaomiએ Mi 10i લોન્ચ ડેટની જાહેરાત કરી દીધી છે. શાઓમી ઇન્ડિયા હેડ કુમાર જૈને વીડિયો બનાવી જણાવ્યું છે કે Mi 10i ભારતમાં 5 જાન્યુઆરીના રોજ લોન્ચ થશે.

શાઓમી એમઆઈ 10આઈમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. શાઓમી મુજબ આ કંપનીનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન હશે, જેને એમઆઈ 10આઈ કહેવામાં આવશે.

મનુ કુમાર જૈન મુજબ Mi 10i કંપનીના બીજી ફ્લેગશિપ સ્માર્ટફોન્સ Mi 10, Mi 10T અને Mi 10T Proનો એક્સટેન્શન હશે. જોકે Mi 10 Lite લોન્ચ નથી થયો, તેથી આ ફોનને ગ્લોબલ વેરિઅન્ટનો પણ એક્સટેન્શન તરીકે જોવામાં આવશે.

શાઓમી મુજબ Mi 10 બાદ લગાવવામાં આવતા iનો અર્થ ઇન્ડિયા થાય છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સ્માર્ટફોન ભારતમાં બનાવવામાં આવ્યો છે અને તેને ભારતનીય જ પ્રોડક્શન ટીમે કસ્ટમાઇઝ પણ કર્યુ છે.

આ પણ વાંચો: Realme X7 Pro ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, જાણો ફિચર્સ

ઉલ્લેખનીય છે કે Mi 10iને Redmi Note 9 Pro 5Gનો ટ્વીક્ડ વેરિઅન્ટ પણ કહેવામાં આવી રહ્યુ છે, જેને તાજેતરમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે એમઆઈ 10આઈમાં બીજા પણ ઘણાં ફેરફાર જોવા મળી શકે છે.

કેમેરામાં મોટા ફેરફાર હશે અને કંપનીએ એ સ્પષ્ટ કરી દીધુ છે. કંપની મુજબ આ સ્માર્ટફનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 8જીબી રેમ હોઇ શકે છે અને આશા છે કે કંપની તેમાં ફ્લેગશિપ પ્રોસેસરને બદલે મિડ રેન્જ પ્રોસેસર રાખશે.

Mi 10iને ભારતમાં બે સ્ટોરેજ વેરિએન્ટ સાથે લોન્ચ કરી શકાય છે. રિપોર્ટ મુજબ Xiaomi Mi 10iને બ્લૂ, બ્લૂ અને ઓરન્જ કલરમાં રજૂ કરવામાં આવશે. ડિઝાઇનની વાત કરીએ તો આ Mi 10T Proથી અલગ હશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9