Gujarat Exclusive > દેશ-વિદેશ > લૉકડાઉન-4 માટે ગૃહમંત્રાલયની ગાઈડલાઈન, વર્કપ્લેસ અને લોકો માટે નિયમો જાહેર

લૉકડાઉન-4 માટે ગૃહમંત્રાલયની ગાઈડલાઈન, વર્કપ્લેસ અને લોકો માટે નિયમો જાહેર

0
1118

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશમાં લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય કરી દીધો છે. લૉકડાઉન-4 હવે 31-મેં સુધી યથાવત રહેશે. જેમાં રાજ્યોને કેટલીક શરતોને આધિન બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વિના ખોલવાની પરવાનગી અપાઈ છે.

ગૃહમંત્રાલયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે કેટલાક આદેશો પણ આપ્યાં છે. સરકારે જાહેર સ્થળો પર દારૂ, પાન-મસાલા, તમાકુ અને ગુટકા ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને દરેક ઠેકાણે માસ્ક પહેરવાની અપીલ કરી છે.

► સરકારના આદેશ
→ તમામ જાહેર અને કામ કરવાના સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત
→ તમામ જાહેર અને કામ કરવાના સ્થળો પર થૂંકવું સજાપાત્ર ગુનો
→ તમામ પબ્લિક પ્લેસ અને ટ્રાન્સપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
→ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં 50થી વધુ લોકોના આવવા પર પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
→ અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને આવવાની મંજૂરી નહીં મળે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
→ જાહેર સ્થળો પર દારૂ, પાન, તમાકુ અને ગુટકા ખાવા-પીવા પર પ્રતિબંધ
→ દુકાનો પર ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર ફરજિયાત. એક સમયે દુકાનમાં કુલ 5થી વધુ લોકો ના હોવા જોઈએ

►વર્કપ્લેસ માટે ગાઈડલાઈન
→ બને ત્યાં સુધી “વર્ક ફ્રોમ હોમ”ના ફોર્મુલાને ફૉલો કરવામાં આવે
→ કામ અને ધંધાને કલાકોમાં વેચવામાં આવે. જેના કારણે એક જ સમયે અનેક લોકો એક જ ઠેકાણે એકઠા ના થાય. આ આદેશ ઓફિસ, દુકાનો, માર્કેટ અને ઈન્ડસ્ટ્રિઝ માટે છે
→ એન્ટ્રી, એક્ઝીટ અને કૉમન એરિયામાં હેન્ડ સેનિટાઈઝર, હાથ ધોવાની સુવિધા અને થર્મલ સ્કેનરની સુવિધા પૂરી પાડવામાં આવે
→ કામ કરવાની જગ્યા, કૉમન એરિયા, ડોર હેન્ડલિંગ જેવી જગ્યાઓને સમયાંતર સેનેટાઈઝેશન કરવામાં આવે
→ વર્કપ્લેસના ઈન્ચાર્જ શિફ્ટ વચ્ચે, કર્મચારીઓ અને લંચ બ્રેકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવે
→ સરકારે 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, કોઈ બીમારીથી પીડિતા વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 31-મે સુધી ઘરે જ રહેવાની સલાહ આપી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

રાજ્યોને અધિક અધિકારો આપવા સાથે આજથી દેશભરમાં લૉકડાઉન 4.0 લાગૂ