Gujarat Exclusive > રાજનીતિ > બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ ભ્રષ્ટાચારના આરોપ બાદ આપ્યુ રાજીનામું

બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ ભ્રષ્ટાચારના આરોપ બાદ આપ્યુ રાજીનામું

0
54

પટણા: બિહારની નીતિશ કુમાર સરકારમાં શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યુ છે. મેવાલાલે આજે જ શિક્ષણ મંત્રીની જવાબદારી સંભાળી હતી. મેવાલાલ ચૌધરીએ ભ્રષ્ટાચારના આરોપને કારણે રાજીનામું આપ્યુ હતું. મેવાલાલ ચૌધરીના રાજીનામા બાદ શિક્ષણ વિભાગનો વધારાનો હવાલો અશોક ચૌધરીને સોપવામાં આવ્યો છે.Mewalal Chaudhary resigns

આ પહેલા મેવાલાલ ચૌધરીએ આજે જ જવાબદારી સંભાળી હતી. આ પ્રસંગે તે મીડિયાના સવાલોના જવાબ આપવામાં પરેશાન જોવા મળ્યા હતા. પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપને કારણે તે પત્રકારોના સવાલોના જવાબ આપતા થોડા પરેશાન હતા. જોકે, મેવાલાલે કહ્યુ કે તેમના વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ નથી અને ના તો અત્યાર સુધી કઇ સાબિત થયુ છે. Mewalal Chaudhary resigns

મેવાલાલ ચૌધરીનું નામ બીએયુ ભરતી કૌભાંડમાં સામે આવ્યુ હતું અને રાજભવનના આદેશથી તેમના વિરૂદ્ધ 161 સહાયક પ્રોફેસર અને જૂનિયર વૈજ્ઞાનિકોની નિયુક્તી મામલે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે 12.31 રૂપિયાની સંપત્તિ સાથે મેવાલાલ ચૌધરી સૌથી અમીર મંત્રી છે. બીજી તરફ 14 મંત્રીઓની એવરેજ સંપત્તિ 3.93 કરોડ રૂપિયા છે. Mewalal Chaudhary resigns

આ પણ વાંચો: નીતિશ કુમારના 14માંથી 6 મંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર ગુનાહિત કેસ

મેવાલાલ ચૌધરીએ પોતાના શપથ પત્રમાં આઇપીસી હેઠળ એક ગુનાહિત કેસ અને ચાર ગંભીર કેસ જાહેર કર્યા હતા. પશુપાલન અને મત્સ્ય પાલન મંત્રી મુકેશ સહનીએ પાંચ ગુનાહિત કેસ અને ગંભીર પ્રકૃતિના ત્રણ કેસની જાહેરાત કરી છે. ભાજપના જિબેશ કુમારે પણ પાંચ ગુનાહિત કેસ અને ગંભીર પ્રકૃતિના ચાર કેસની જાહેરાત કરી છે. બીજી તરફ પાંચ અન્ય છે જેમના વિરૂદ્ધ અલગ અલગ પ્રકૃતિના ગુનાહિત કેસ દર્જ છે. Mewalal Chaudhary resigns

આરજેડી સાંસદ અને પાર્ટી પ્રવક્તા મનોજ ઝાએ કહ્યુ કે શિક્ષણ મંત્રીના રૂપમાં મેવાલાલ ચૌધરીની ચૂંટણી આ જણાવવા માટે ઘણી છે કે મુખ્યમંત્રીની સ્થિતિ નબળી થઇ ચુકી છે અને બિહાર ચૂંટણીના પરિણામ બાદ હારી ગયા છે, તેમણે કહ્યુ કે 2017માં મહાગઠબંધનથી અલગ થનારા નીતિશ કુમાર હવે ભ્રષ્ટાચારના મુદ્દા પર નૈતિક લીડ નથી લઇ શકતા. આ સરકાર માટે વિધાનસભામાં એક મોટો શરમજનક વિષય છે. આ મામલે આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી કહ્યુ કે ભ્રષ્ટાચારના કેસમાં એક ફરાર આરોપીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, ગુનો, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા પર નીતિશ કુમારનું પ્રવચન આગળ પણ ચાલુ રહેશે. Mewalal Chaudhary resigns