Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના મહામારીમાં આજથી શહેરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફીઝીકલ ફાઇલીંગ શરૂ

કોરોના મહામારીમાં આજથી શહેરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફીઝીકલ ફાઇલીંગ શરૂ

0
198
  • હાઇકોર્ટનાં આદેશથી શહેરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટોમાં આજથી ફીઝીકલ ફાઇલીંગ
  • માત્ર ત્રણ કલાક સુધી જ ફાઇલીંગ સ્વીકારવામાં આવશે
  • સવારે 11થી 2 વાગ્યા સુધી તેના માટે કલેકશન સેન્ટર રહેશે

અમદાવાદ : કોરોના મહામારીના કારણે હજુ સુધી કોર્ટો પૂર્ણરૂપે શરૂ થવા પામી નથી. જેનાં કારણે ઘણાં વકીલોની હાલત કફોડી બની ગઇ છે. તેને ધ્યાનમાં લઇને જરૂરિયાતવાળાં વકીલોને મદદ કરવા માટે સરકારમાં રજૂઆત થઇ છે. બીજી તરફ હાઇકોર્ટનાં આદેશથી શહેરની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટો (metropolitan magistrate court) માં આજથી ફીઝીકલ ફાઇલીંગ કરવાનો પ્રારંભ થશે. સવારે 11થી 2 વાગ્યા સુધી આ ફાઇલીંગ સ્વીકારવામાં આવશે. તેના માટે કલેકશન સેન્ટર રહેશે. આ સેન્ટર પર કોર્ટોની નિયમિત કેસો ( આઇ.પી.સી.) વધુમાં વધુ દરરોજ 200 કેસો અને નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના વધુમાં વધુ 500 સ્વીકારવામાં આવશે. નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસો પૈકી એક પેનલ એડવોકેટ વધુમાં વધુ 100 કેસો એક દિવસ દરમિયાન દાખલ કરી શકશે.

કોર્ટે સ્પષ્ટતા કરી છે કે હાઇકોર્ટનાં આદેશ મુજબ માત્ર કેસો (metropolitan magistrate court) ના ફીઝીકલ ફાઇલીંગ અને નવા કેસોના રજિસ્ટ્રેશન અને અરજન્ટ કેસોની સુનાવણી માટે સૂચનાઓ આપી છે. તેથી અત્રેની કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યાં મુજબ વકીલો તથા પક્ષકારો તેમના કેસો સીલબંધ કવરમાં કલેકશન સેન્ટરમાં રજૂ કરવાના રહેશે. આ કેસો કલેકશન સેન્ટરોમાં રાખવામાં આવેલા કબાટોમાં 24 કલાક મૂકી રાખવાના રહેશે. ત્યાર બાદ જે-તે કોર્ટના કર્મચારીઓએ તેમની કોર્ટનાં સીલબંધ કવરો પોતાની કોર્ટમાં લઇ જવાના રહેશે.

સંબંધિત કોર્ટનાં પ્રિસાઇડીંગ ઓફીસર દ્રારા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ અન્વયેની ફરીયાદોની ચકાસણી થયા બાદ જે-તે કોર્ટ આ કેસોને રજિસ્ટ્રેશન તથા સી.આઇ.એસ. મોડ્યુલમાં એન્ટ્રી માટે સી.એફ.સી. ખાતે મોકલી આપવાના રહેશે. તેમજ રેગ્યુલર ફોજદારી ખાનગી કેસોના દાખલ થયેલા કેસોમાં પ્રિસાઇડીંગ ઓફીસરે ફરિયાદીના વેરીફેકશન માટે જે-તે ખાનગી ફરિયાદ યોગ્ય સમય માટે મુલતવી રાખવી.

આ પણ વાંચો: ફાયર સેફ્ટી NOC : હાઇકોર્ટની ટકોર બાદ રૂપાણી સરકાર જાગી

ફીઝીકલ ફાઇલીંગ માટે વકીલો તથા પક્ષકારોને એક પછી એક એમ ક્રમમાં આવવાનું (metropolitan magistrate court)

વધુમાં જણાવ્યું છે કે, અત્રેની દરેક એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ (metropolitan magistrate court) ના દરેક પ્રિસાઇડીંગ ઓફીસરે ઉપર જણાવ્યાં મુજબ કેસોનું ફીઝીકલ ફાઇલીંગ સ્વીકારવા માટે અને તેનું રજિસ્ટ્રેશન થાય ત્યાં સુધીની કાર્યવાહી માટે તેમની કોર્ટના જરૂરી સંખ્યામાં કર્મચારીઓને હાજર રાખવા અને ફાઇલીંગ થતાં કેસોના ભારણને ધ્યાનમાં લઇને તે કેસોનું વાજબી સમયમાં રજીસ્ટ્રેશન થાય તેનું દરેક કોર્ટના પ્રિસાઇડીંગ ઓફીસરે ધ્યાન રાખવાનું રહેશે. ફીઝીકલ દાખલ થયેલા કેસો પૈકી હાઇકોર્ટનાં 26/6/2020નાં રોજના પરિપત્ર મુજબ વીડિયો કોન્ફરન્સથી ચલાવી શકાય હોય તેવાં કેસની કાર્યવાહી તે સરક્યુલર મુજબ હાથ ધરવામાં આવશે.

શું-શું ધ્યાન રાખવું?

– કલેક્શન સેન્ટરોમાં કેસોનું ફીઝીકલ ફાઇલીંગ માટે વકીલો તથા પક્ષકારોને એક પછી એક એમ ક્રમમાં આવવાનું રહેશે.

– માસ્ક પહેરેલ નહીં હોય તેવાં કોઇ પણ વકીલો અને પક્ષકારોને કોર્ટનાં સંકુલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને તેઓ તેમનાં કેસો / ચાર્જશીટ ફાઇલીંગ માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

– કોર્ટના કર્મચારીઓએ માસ્ક અને હાથમાં મોજા પહેરવાના રહેશે.

– વકીલો તથા પક્ષકારોએ રજૂ કરેલા સીલબંધ કવરની ઉપર સંબંધિત કોર્ટનાં નામ અને નંબર, વકીલનું નામ, મોબાઇલ નંબર, ઇ/મેઇલ એડ્રેસ અને કેસોનો પ્રકાર જણાવવાનું રહેશે. સીલબંધ કવરમાં રજૂ કરેલા દસ્તાવેજો/ કાગળોની અનુક્રમણિકા સાથે આપવાના રહેશે. વધુમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટનાં કેસોમાં સોગંદનામાં નોટરી પાસે કરાવીને સીલબંધ કવરમાં રાખવાના રહેશે.

– અન્ય કોઇ કેસમાં જો કોઇ વકીલ કે પક્ષકારોએ તત્કાલ સુનાવણી કરવા ઇચ્છતા હોય તો તેઓએ મુખ્ય કેસની સાથે અરજન્સી દર્શાવતી નોટ રજૂ કરવાની રહેશે. નોટમાં જણાવ્યાં મુજબની તાત્કાલિક સુનાવણી હાથ ધરવી કે કેમ તેનો નિર્ણય કેસની હકીકતો અને સંજોગો મુજબ સંબંધિત પ્રિસાઇડીંગ ઓફીસરના વિવેકાધીન પર રહેશે.

આ પણ વાંચો: ગુજરાતની પેટા ચૂંટણીમાં કોરોના દર્દીઓ ટપાલથી પણ પોતાનો મત આપી શકશે