અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજથી શરૂ થયેલી આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની છેલ્લી મેચ છે. આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઉમટી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોનો સમય અને ફ્રિક્વન્સી વધારવામાં આવી છે.
Advertisement
Advertisement
મેટ્રો ટ્રેન સેવા સવારે 7થી રાત્રે 10 સુધી ઉપલબ્ધ થશે
મેટ્રો સેવાના સમયમાં ફેરફાર અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક નોટિફિકેશન જારી કરાયું હતું. તેને પગલે હવે મેટ્રો ટ્રેન સેવા સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. અગાઉ પીક અવર્સ દરમિયાન 15 મિનિટ અને નોન – પીક અવર્સ દરમિયાન 18 મિનિટની ફ્રિક્વન્સી સેટ કરવામાં આવી હતી.
દર 12 મિનિટે એક મેટ્રો ટ્રેન મળશે
જોકે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જતાં દર્શકો માટે સમય અને ફ્રિક્વન્સી બન્નેમાં ફેરફાર કરાયો છે. તે પ્રમાણે તા.10થી તા.13 માર્ચ દરમિયાન મેટ્રો ટેન સેવાનો સમય સવારે 7થી રાત્રે 10 કરાયો છે અને ફ્રિક્વન્સી 12 મિનિટની કરવામાં આવી છે. તેને લીધે દર 12 મિનિટે લોકો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે.
Advertisement