ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા નવી ટેક્સ્ટ આધારિત સોશિયલ નેટવર્ક એપ પર કામ કરી રહી છે.
Advertisement
Advertisement
એવું માનવામાં આવે છે કે આ નવું પ્લેટફોર્મ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને મસ્ટાડનને ટક્કર આપી શકે છે. Mstadon પણ ટ્વિટર જેવી સેવા છે, જે 2016માં શરૂ કરવામાં આવી હતી.
કંપનીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતુ કે, “અમે ટેક્સ્ટ અપડેટ્સ શેર કરવા માટે એક નવા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું કે, “અમે માનીએ છીએ કે આ એક અલગ સ્પેસ બનાવવાની તક છે જ્યાં ક્રિએટર્સ અને સેલિબ્રિટીઓ તેમની રુચિઓ વિશે સમયસર અપડેટ્સ શેર કરી શકે છે,”
એવું માનવામાં આવે છે કે ટ્વિટર જેવી એપ્લિકેશન વર્તમાન વાતાવરણમાં મેટાને ફાયદો પહોંચાડી શકે છે. ગયા વર્ષે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે, ત્યારથી આ પ્લેટફોર્મ વિશે અનિશ્ચિતતા છે.
Twitter જાહેરાતકર્તાઓને રોકાયેલા રાખવા માટે સતત સંઘર્ષ કરી રહ્યું છે. ટ્વિટર દ્વારા સસ્પેન્ડ કરેલા એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાના નિર્ણય બાદ ઘણી કંપનીઓએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પરથી પોતાના પગ ખેંચી લીધા છે.
મની કંટ્રોલના સમાચાર મુજબ, નવી એપને હાલમાં કોડનેમ P92 આપવામાં આવ્યું છે અને આ યુઝર્સ તેને ફક્ત તેમના ઈન્સ્ટાગ્રામ ક્રેડેન્શિયલથી જ ચલાવી શકશે.
આ એપ વિકેન્દ્રિત હશે, એટલે કે તેને ચલાવવાનો અધિકાર કોઈ એક વ્યક્તિના હાથમાં રહેશે નહીં અને ન તો કોઈને તેને ખરીદવા અને વેચવાનો અધિકાર હશે.
મેટાનો આ નવો પ્લાન એવા સમયે આવ્યો છે જ્યારે ફેસબુક તેના યુઝર બેઝને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
Advertisement