ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બરે મુંબઇ-અમદાવાદ હાઇવે પર રોડ અકસ્માતમાં નિધન થયુ હતુ. દૂર્ઘટના સમયે સાઇરસ મિસ્ત્રી જે મર્સિડીસ કારમાં સવાર હતા તેની તપાસ માટે હૉન્ગકૉન્ગથી મર્સિડીઝ-બેંજના અધિકારીઓની એક ટીમ થાણે પહોચી હતી. દૂર્ઘટનાગ્રસ્ત કારને ઠાણેમાં મર્સિડીઝ બેંજની યૂનિટમાં રાખવામાં આવી છે. આ ટીમ મર્સિડીઝ બેંજ કંપનીને પોતાનો રિપોર્ટ સોપશે. ટીમમાં 3 એક્સપર્ટ છે. આ ટીમ કારથી ડેટા ચિપ પણ રિકવર કરશે.
Advertisement
Advertisement
કંપનીએ ગત અઠવાડિયે સોપ્યો રિપોર્ટ
મર્સિડીઝ-બેંજે ગત અઠવાડિયે પાલઘર પોલીસને સોપેલા વચગાળા રિપોર્ટમાં કહ્યુ હતુ કે મિસ્ત્રી અને ત્રણ અન્યને લઇને જઇ રહેલી મર્સિડીઝ કારના દૂર્ઘટનાગ્રસ્ત થતા પાંચ સેકન્ડ પહેલા બ્રેક લગાવવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં ખબર પડી કે તેજ ગતિ અને ચાલક દ્વારા નિર્ણયની ત્રુટિ કાર દૂર્ઘટનાનું કારણ બન્યુ હતુ.
પાલઘર પાસે રોડ ડિવાઇડર સાથે ટકરાઇ હતી કાર
સાઇરસ મિસ્ત્રી ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરતા હતા. 54 વર્ષના સાઇરસ મિસ્ત્રીની મર્સિડીઝ GLC 220 કાર મહારાષ્ટ્રમાં પાલઘર પાસે રોડ ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ દૂર્ઘટનામાં સાઇરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે (49)નું મોત થયુ હતુ જ્યારે કાર ડ્રાઇવ કરી રહેલા મહિલા ડૉક્ટર અનાયતા પંડોલે અને તેમના પતિ દરીયસ પંડોલે ઘાયલ છે.
સાઇરસ મિસ્ત્રી જે લક્ઝરી મર્સિડીઝ કારમાં હતા, તે આશરે 134 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી હતી, જેનો ખુલાસો કારના અંતિમ CCTV ફૂટેજથી થયો છે. કારમાં રવિવાર બપોરે 2 વાગીને 21 મિનિટ પર ચરૌતીની ચેક પોસ્ટ ક્રૉસ કરી હતી. અહીથી દૂર્ઘટનાની જગ્યા 20 KM દૂર છે. મર્સિડીઝ કારે આ અંતર માત્ર 9 મિનિટમાં કાપ્યુ હતુ.
સાઇરસ અને જહાંગીરે સીટ બેલ્ટ પહેર્યો નહતો
પોલીસે જણાવ્યુ કે સ્પિડ અને ઓવર ટેકિંગ સમયે જજમેન્ટમાં થયેલી ભૂલને કારણે કાર રોડ ડિવાઇડર સાથે ટકરાઇ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા સાઇરસ મિસ્ત્રી અને જહાંગીર બન્નેએ સીટ બેલ્ટ પહેર્યો નહતો. ડિવાઇડર સાથે ટકરાયા બાદ કારની આગળની એરબેગ તો ખુલી ગઇ પરંતુ પાછળની એર બેગ યોગ્ય સમયે ખુલી નહતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે કાર સ્પીડમાં હતી અને બીજી ગાડી રૉન્ગ સાઇડથી ઓવર ટેક કરતા સમયે ડિવાઇડર સાથે ટકરાઇ હતી.
મલ્ટીટ્રૉમા બન્યુ સાઇરસ મિસ્ત્રીના મોતનું કારણ
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રીના શરીરની અંદરના અંગમાં જોરદાર ઇજા થઇ હતી. મેડિકલ ટર્મમાં તેને પૉલીટ્રૉમા અથવા મલ્ટીટ્રૉમા કહે છે. આ કારણથી સાઇરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. મુંબઇની જેજે હૉસ્પિટલમાં રવિવાર મોડી રાત્રે સાઇરસ મિસ્ત્રી અને જહાંગીરનું પોસ્ટ મોર્ટમ થયુ હતુ.
Advertisement