Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આર્થિક મંદી વચ્ચે Mercedes-Benz લોકોની પ્રથમ પસંદ, એક જ દિવસમાં વેચાઈ 200 કારો

આર્થિક મંદી વચ્ચે Mercedes-Benz લોકોની પ્રથમ પસંદ, એક જ દિવસમાં વેચાઈ 200 કારો

0
544

દેશભરમાં આ સમયે ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદીની હવા ચાલી રહી છે. ક્યાંક કારોના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે, તો ક્યાંક વાહનોનું ઉત્પાદન ઓછુ કરી દેવામાં આવ્યું છે. મંદીના આ સમયમાં પણ પ્રમુખ વાહન નિર્માતા કંપની Mercedes-Benzએ નવરાત્રી અને દશેરાના તહેવારનો લાભ લઈને ને એક દિવસમાં 200 કારોનું વેચાણ કર્યું છે.

આવા મંદીના માહોલમાં ફણ લગ્જરી કાર નિર્માતા કંપની Mercedes-Benzએ પાછલા વર્ષની સરખાણીએ આ વર્ષે દશેરાના પર્વ પર સૌથી વધુ કારોનું વેચાણ કરીને સાબિત કર્યું છે કે, તે હજું પણ લોકોની પ્રથમ પસંદ તરીકે યથાવત છે. કંપની દ્વારા મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં કંપની દશેરાના દિવસે 125 કારોની ડિલીવરી કરી છે, તો ગુજરાતમાં કંપનીએ આ દિવસે 74 કારોની ડિલીવરી કરી છે. આ વખતે નવરાત્રી અને દશેરાનો લાભ Mercedes-Benz મળ્યો છે.

આ સાથે કંપનીએ કેટલા અન્ય શહેરોમાં પણ કારોની ડિલીવરી કરી છે. કોઈ પણ આલિશાન કાર નિર્માતા દ્વારા ખાલી એક જ દિવસમાં પ્રથમ વખત આટલી વધુ કારોનું વેચાણ કર્યું છે. જ્યાં મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી દિગ્ગજ કાર નિર્માતા કંપનીનું વેચાણ ઘટ્યુ છે અને મંદીના મારને લઈને તેમણે પોતાનું પ્રોડક્શન ઓછુ કરી રહી છે. Mercedes-Benz દ્વારા એક જ દિવસમાં ધમાલ મચાવી દીધો છે.

કંપનીએ આ દરમિયાન સૌથી વધુ C અને E-class સિડાન કારનું વેચાણ કર્યું છે. જણાવી દઈએ કે, C-class કંપનીની એન્ટ્રી ખાલી સિડાન કાર છે અને તેને વધુ પસંદ કરવામાં આવે છે. જેની કિંમત 57.5 લાખ રૂપિયાથી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીની છે.

નાણા મંત્રાલયની સલાહ, ‘સહાય આપવા કરતાં બંધ કરો BSNL અને MTNL’