Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભારતમાં પ્રથમ વખત કચ્છમાં કેમેરામાં કેદ થઈ મેલાનીસ્ટિક કેટ , કચ્છના વાઈલ્ડલાઈફ ટુરિઝમને આપશે વેગ

ભારતમાં પ્રથમ વખત કચ્છમાં કેમેરામાં કેદ થઈ મેલાનીસ્ટિક કેટ , કચ્છના વાઈલ્ડલાઈફ ટુરિઝમને આપશે વેગ

0
1

કચ્છ એ ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં રણ , દરિયો અને ડુંગર ત્રણેય જોવા મળે છે. આ વૈવિધ્યતાથી ભરેલા વિસ્તારમાં આ જ કારણે અહીંની વન્ય સૃષ્ટિ પણ વૈવિધ્યતાથી ભરપુર છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવા અનેક જીવો મોટી માત્રામાં દેખાઈ આવે છે પણ અનેક એવા જીવ અહીં વસે છે જે ભાગ્યે જ લોકોને દર્શન આપે છે. આવું જ એક જીવ છે કચ્છની જંગલ કેટ જે બન્ની વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલી છે છતાંય લોકોની નજરથી દૂર રહે છે. ત્યારે પ્રથમ વખત કચ્છની મેલાનિસ્ટીક જંગલ કેટને કેમેરામાં કેદ કરાયું છે.

કચ્છમાં કુલ છ પ્રકારની વાઈલ્ડ કેટ એટલે કે જંગલી બિલાડી જોવા મળે છે જેમાંથી એક છે જંગલ કેટ. આ જંગલ કેટ નું પૈજ્ઞાનિક નામ ફેલીસ ચૌસ છે જેની લંબાઈ સામાન્યપણે ૫૯ થી ૭૬ સેન્ટીમીટર એટલે કે ૨૩ થી ૩૦ ઇંચ હોય છે. રેતાળ રંગની આ બિલાડીના શરીર પર આછા પટ્ટાઓ જોવા મળે છે જેનું વજન ૨ થી ૧૬ કિલોગ્રામ હોય છે. કચ્છના બન્ની વિસ્તારમાં કાંટાળ જંગલોમાં વસતી આ ઇન્ડિયન જંગલ કેટ માત્ર તાજું વરસાદી પાણી પીવે છે. જ્યારે વરસાદનું પાણી પૂરું થઈ જાય છે ત્યારે આ બિલાડી પોતાના ખોરાકમાંથી પોતાના જરૂર પ્રમાણે પાણી મેળવે છે.

બન્નીના જે વિસ્તારમાં આ જંગલ કેટ દેખાય છે ત્યાં આસપાસના ૪૦ કિલોમીટર સુધી તાજુ પાણી ઉપલબ્ધ નથી ત્યારે આ બિલાડીઓ ચોમાસા સુધી વગર પાણી નિર્વાહ કરે છે. ઉપરાંત વહેલી સવારે જમીન પર જામેલી ભેજને પણ ચાટીને પોતાની પાણીની ખપતને સંતોષે છે. ખોરાકમાં પણ કચ્છના બન્ની વિસ્તારમાં મળતા ઇન્ડિયન ડેઝર્ટ જર્ડ અને બંડીકુટ નામની ઉંદરોની બે પ્રજાતિ જ પસંદ કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat