Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણાની બેડમિન્ટન ચેમ્પિયન તસનીમ મીરે આંતરાષ્ટ્રીય સ્તરે મેળવી વધુ એક સિદ્ધિ

મહેસાણાની બેડમિન્ટન ચેમ્પિયન તસનીમ મીરે આંતરાષ્ટ્રીય સ્તરે મેળવી વધુ એક સિદ્ધિ

0
6

તસનીમ મીરે જાન્યુઆરીમાં બેડમિન્ટન જુનિયર ગર્લ્સ રેન્કિંગમાં વર્લ્ડ નં.1નું બિરુદ મેળવ્યા બાદ તસનીમ મીરે ઇરાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર કેટેગરીમાં પ્રથમ ટાઇટલ જીત્યું છે ઉલ્લેખનીય છે કે તસનીમ મીર બેડમિન્ટનમાં 20 વખત નેશનલ અને છ વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહી છે નાની વયે દીકરી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઈએ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દીકરી તશનિમને મંજિલ સુધી પહોંચાડી છે.

તસનીમ મીર એ થોડા સમય પહેલા જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે ત્યારે અભ્યાસની સાથે બેડમિન્ટન ગેમ માં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાના પરિવાર સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. તશનિમ મીર અત્યાર સુધી બે વાર જુનિયરમાં નેશનલ ચેમ્પિયન થઈ છે તેમજ 22 વાર નેશનલ ચેમ્પિયન થઈ છે અને અનેક પ્રમાણપત્રો તેમજ મેડલ અને સિલ્ડ પ્રાપ્ત કરેલ છે.

તશનિમના પિતા મહેસાણા પોલીસ માં ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે. તસનિમ ના પિતા લગ્ન પહેલા બેડમિન્ટન માં રુચિ ધરાવતા હતા અને તેમણે લગ્ન પહેલા જ પહેલેથી જ એક સ્વપ્ન જોયું હતું કે હું મારા બાળકને બેડમિન્ટન શીખવીસ. તેમના આ સ્વપ્નને સાકાર કરવા તેમણે એક બેડમિન્ટન કોચ તરીકે ટ્રેનિંગ લઈ ને ખૂબ મહેનત કરી હતી.

બાદમાં તેમને એક પુત્ર અને પુત્રી નો જન્મ થયો. જેમાં 5 વર્ષની દીકરી તસનિમ થતા તેમણે એક આશા વ્યક્ત થઈ કે તસનિમ મારુ સ્વપ્ન પૂરું કરી શકશે તેથી 5 વર્ષની દીકરી તેમજ તેના નાના ભાઈ ને નાની ઉંમરે જ બેડમિન્ટન ની પ્રેક્ટિસ શરૂ કરવી દીધી અને આજે સીધ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં 16 વર્ષની નાની વયે પસંદગી પામનારી ગુજરાત માંથી આ પ્રથમ ખેલાડી છે તસ્નિમ મીરે તા 7 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ઈરાનના સિરાઝ ખાતે યોજાયેલી બેડમિન્ટનની 30મી ઈરાન ફજર ઈન્ટરનેશનલ ચેલેન્જ સ્પર્ધામાં વુમન્સ સિંગલ ઈવેન્ટ જીતી સિનિયર કેટેગરીમાં પ્રથમ ટાઈટલ પોતાના નામે કર્યું છે.

મહિલા વર્ગની આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તસ્નિમની સેમી ફાઇનલ મેચ વર્લ્ડ રેન્કિંગમાં 71મા નંબરની ડેન્માર્કની માર્ટીના રેપિસ્કા સામે રહી હતી. જેમાં તસ્નિમે 21-15, 21-6ના સીધા સેટમાં જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન અંકિત કર્યું હતું તસ્નિમની ફાઇનલ મેચ વર્લ્ડમાં 88મો રેન્ક ધરાવતી ઇન્ડોનેશિયાની યુલિઆ યોસેફાઇન સુસાંતો વચ્ચે રમાઇ હતી. જેમાં તસ્નિમે 21-11, 11-21 અને 21-7 સેટમાં યુલિયાને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે તસ્નિમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિનિયર કેટેગરીમાં પ્રથમ ટાઇટલ જીત્યું છે.

(આ સમાચાર ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા નહીં એજન્સી તરફથી અપલોડ કરવામાં આવેલ છે)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat