Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહેસાણા અલોડા ગામે પ્રેમમાં પડેલા વિધર્મી પરિણીત યુવક-યુવતીએ ઝેર પીધું

મહેસાણા અલોડા ગામે પ્રેમમાં પડેલા વિધર્મી પરિણીત યુવક-યુવતીએ ઝેર પીધું

0
403
  • યુવક મહેસાણાનો અને યુવતી વડોદરા ડભોઈની હોવાનું ખુલ્યું

  • એક મહિના અગાઉનું મિલન ગાઢ પ્રેમમાં પરિવર્તિત

અમદાવાદ: મહેસાણાના અલોડા ગામે સ્મશાન પાસે એકબીજાની સોડ તાણી પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગામના સરપંચ સહિતના લોકોએ બનાવની જાણ પોલીસને કરતા મહેસાણા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બન્ને પ્રેમીપંખીડાને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે બન્નેનું નિવદેન લેતા ચોંકી ગઈ હતી. પરિણીત યુવક હિન્દૂ હોવાનું તેમજ પરિણીત યુવતી મુસ્લિમ હોવાનું બન્નેએ જણાવ્યું હતું. બન્ને વચ્ચે એક માસ પહેલા મુલાકાત થઈ અને ગાઢ પ્રેમમાં પરિણમી હતી. જો કે બન્ને અગાઉથી પરિણીત હોવાથી લગ્ન શક્ય ન હતા. આથી બન્નેએ ફાની દુનિયાને એકસાથે અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો.

મહેસાણાના અલોડા ગામે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં યુવક યુવતી એકબીજાની સોડ તાણી ગંભીર હાલતમાં પડ્યા હતા. ગામના લોકો ધીરે ધીરે યુવક-યુવતીને જોવા એકત્ર થવા લાગ્યા હતા. દરમિયાન ગામના સરપંચ સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે બન્નેએ આત્મહત્યા કરવા ઝેરી દવા પી લીધી હતી.

આ પણ વાંચો: ઠકકરનગર બ્રિજ નીચે ગાયત્રી ટ્રેડર્સના સંચાલક પર 3 રાઉન્ડ ફાયરિંગ: રૂ.30 હજારની લૂંટ

ગામના સરપંચે ગંભીર હાલતમાં પડેલા યુવક યુવતીને બચાવવા માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મહેસાણા મોકલી પોલીસને જાણ કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રજુજી ઠાકોર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસ તપાસમાં યુવકે પોતાનું નામ વિશાલ (નામ બદલ્યું છે) અને યુવતીએ સાયરા (નામ બદલ્યું છે) બતાવ્યું હતું. બન્નેએ પોલીસને જણાવ્યું કે, બન્નેની મુલાકાત મહેસાણા બસ સ્ટેન્ડ પર થઈ હતી. વિશાલ ઇકો કાર ચલાવી ફેરા મારતો હોવાથી એક માસ અગાઉ સાયરા સામાજિક કામે મહેસાણા આવી હતી. વડોદરા ડભોઈ પરત જવા માટે તે વિશાલની ઈકો ગાડીમાં બેઠી હતી. આ મુસાફરી દરમિયાન બન્ને વચ્ચે વાતચીત અને ફોન નંબરની આપલે થઈ હતી.

ફોન પર વાતચીત અને ચેટિંગથી બન્ને એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા હતા. જો કે બન્ને પરિણીત હોવાથી અને તેઓને અગાઉની પત્ની અને પતિથી સંતાન હોવાથી લગ્ન શક્ય ન હતા. આમ આ ભવમાં મિલન શક્ય ન હોવાથી બન્નેએ સાથે મોતને વ્હાલું કરવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ સાયરા ડભોઈથી મહેસાણા આવી હતી. વિશાલ અને સાયરા બન્ને એકબીજાને મળ્યા અને અલોડા ગામે જઈ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર દર્દીમાં અમદાવાદનું કોઇ નથી

તપાસ અધિકારી રજુજી ઠાકોરએ જણાવ્યું કે, વિધર્મી યુવક યુવતી વચ્ચે એક મહિનાથી ગાઢ પ્રેમ થયો હતો. બન્ને પરિણીત હોવાથી લગ્ન શક્ય નથી તેમ માની તેઓએ સાથે મરવાનો નિર્ણય લીધો હતો. જો કે બન્નેની હાલત સ્થિર છે તેઓના સગાને આ બાબતે જાણ કરવામાં આવી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9