Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મેહબૂબા મુફ્તીએ સહપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ: નીતિન પટેલ

મેહબૂબા મુફ્તીએ સહપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ: નીતિન પટેલ

0
91
  • મુફ્તીને સહપરિવાર પાકિસ્તાન મોકલવા પ્લેનની ટિકિટના પૈસા કરજણની જનતા આપશે
  • કોંગ્રેસે પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું અને સરદાર પટેલનું અપમાન કર્યું

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 સમાપ્ત (Article 370 Removal) કરવાને લઈને અને રાષ્ટ્રધ્વજ અંગે વિવાદિત નિવેદન આપવા મામલે PDP અધ્યક્ષ મેહબૂબા મુફ્તીના (Mehbooba Mufti) નિવેદન પર લોકોમાં આક્રોશ છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ નારાજગી વ્યક્ત કરી છે.

ડેપ્યુટી CM નીતિન પટેલે (Nitin Patel) મુફ્તીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે,
“જો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને (Mehbooba Mufti) ભારત અને તેના કાયદા પસંદ ના પડતા હોય, તો તેમણે સહપરિવાર પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.”

વડોદરાના કુંરાલી ગામમાં પેટાચૂંટણી (Gujarat Bypolls)માટે એક જનસભાને સંબોધિત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશની સુરક્ષા માટે નાગરિક્તા સંશોધન કાયદો લાવ્યા અને તેમણે જ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ની જોગવાઈઓ નાબૂદ (Article 370 Removal) કરી છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે,
“મેહબૂબા મુફ્તિ (Mehbooba Mufti) છેલ્લા બે દિવસોથી બેફામ નિવેદનો આપી રહ્યાં છે. તેમણે પ્લેનની ટિકિટ ખરીદી લેવી જોઈએ અને પોતાના પરિવાર સાથે કરાંચી ચાલ્યા જવું જોઈએ. એજ બધા માટે યોગ્ય રહશે. જો તેઓ (Mehbooba Mufti) ઈચ્છશે, તો કરજણ તાલુકાની પ્રજા તેમને પ્લેનની ટિકિટના પૈસા મોકલી દેશે.

જેમને ભારત પસંદ નથી અને સરકાર દ્વારા બનાવવામાં આવેલા CAA જેવા કાયદા કે આર્ટીકલ 370 સમાપ્ત (Article 370 Removal) કરવાનું કામ પસંદ નથી તેમણે પાકિસ્તાન જતાં જ રહેવું જોઈએ.”

આ પણ વાંચો:  ભારત-અમેરિકા વચ્ચે ‘ટૂ-પ્લસ-ટૂ’ વાર્તામાં આજે BECA પર થશે સમજૂતિ

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું
કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ સાથે ચૂંટણી (Gujarat Bypolls) બેઠક બાદ નીતિન પટેલ (Nitin Patel) જ્યારે મીડિયાને સંબોધી રહ્યાં હતા, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેમના પર ચપ્પલ ફેંક્યું હતુ.

કોંગ્રેસે સરદાર પટેલનું કર્યુ અપમાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે,
“કોંગ્રેસ પાર્ટીએ કાયમ વંશવાદ, પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસની આવી નીતિઓના કારણે જ તેના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે.

કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે. કોંગ્રેસે તેમને કોઈ સમ્માન નથી આપ્યું, પરંતુ લોહ પુરુષ ઈતિહાસમાં અમર રહે, તે માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને વડાપ્રધાન મોદીએ તેમને સમ્માન આપવા સાથે ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.”