દેશના 4 રાજ્યોએ અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલનું વેટ ઘટાડ્યું, કેન્દ્ર ઊંઘમાં
નવી દિલ્હીઃ મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલ (Meghalaya Petrol Rate)ના ભાવોમાં ધરખમ ઘટાડો કરી દીધો. આમ અત્યાર સુધી 4 રાજ્ય સરકારોએ ઇંધણના ભાવમાં ઘટાડો કરી દીધો. દેશભરમાં થઇ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી 4 રાજ્યોએ બંને ઇંધણ પરના વેટમાં ઘટાડો કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રની મોદી સરકાર હજુ ઊંઘી રહી છે. અલબત્ત કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકાર પર ટેક્સ ઘટાડવા દબાણ વધ્યું હશે ખરું.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પછી ડુંગળી રડાવી રહી છે, દોઢ મહિનામાં ડબલ થયા ભાવ
આસામ સરકારે પેટ્રોલ-ડીઝલમાં 5 રુપિયા ઘટાડ્યા
પહેલાં આસામ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા 5નો ઘટાડો જાહેર કર્યો હતો. ભલે એ નિર્ણય ચૂંટણીલક્ષી છે. પરંતુ લોકોને રાહત મળી છે. પછી રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ 2-2 ટકા ઘટાડ્યો હતો. ચૂંટણી માહોલમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે પણ ગઇ કાલે રવિવારે પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં લીટરે એક રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો.
સૌથી મહત્વનો ઘટાડો મેઘાલય ( Meghalaya Petrol Rate)સરકારે કર્યો. તેણે નાગરિકોને મોટી રાહત આપતા પેટ્રોલ પર ટેક્સમાં 7.40 રૂપિયા તો ડીઝલમાં 7.10 રૂપિયાનો ઘટાડો કરી કેન્દ્રની બંધ આંખ ઊઘાડવાની કોશીશ કરી છે.
કેન્દ્ર સરકારનો ભાવ ઘટાડવા ધરાર ઇનકાર
પરંતુ બીજી બાજુ કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનો સસત ઇનકાર રહ્યા છે. તેમના મતે પેટ્રોલ-ડીઝલ પર આકરો ટેક્સ લાદવું સરકારની મજબૂરી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં સ્પષ્ટ કહી દીધું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર કંઇ કરી શકશે નહીં. કારણ કે તેલના ભાવો નક્કી કરવાનો અધિકાર ઓઇલ કંપનીઓ પાસે છે.
આ પણ વાંચોઃ કેવી રીતે કાબૂમાં આવશે પેટ્રોલ-ડીઝલની કિંમત? વધતા જતાં ભાવ પર નાણાં મંત્રીએ સૂચવ્યો ઉપાય
તો ખુદ વડાપ્રધાને અગાઉની સરકારોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી. તેમણે કહ્યું હતું કે જો પાછલી સરકારોએ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડી હોત તો આજે ઇંધણ આટલા મોંઘા થયા ન હોત. એટલે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવાના મૂડમાં જ નથી.
16 ફેબ્રુઆરીના દિલ્હીના ભાવથી ગણિત સમજીએ
- ભાવ ટેક્સ વેટ રૂપિયા
- પેટ્રોલ બેઝ કિંમત 31.82
- ટ્રાન્સપોર્ટેશન 00.28
- કેન્દ્ર એક્સાઇઝ ડ્યટી 32.90
- ડીલર કમિશન 03.68
- રાજ્ય વેટ(અહીં દિલ્હી) 20.61
- કુલ 31વાળુ પેટ્રોલ 89.29
કેન્દ્ર અને રાજ્યોની મબલખ કમાણી Meghalaya Petrol Rate
પેટ્રોલ-ડીઝલ પર ભારે વેરો-વેટ લાદી કેન્દ્ર અને રાજ્ય સરકારો મોટી કમાણી કરી રહી છે. ચાલુ નાણાવર્ષમાં કેન્દ્ર સરકારનો બંને ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટીથી 3.49 કરોડ રુપિયાની કમાણી કરવાનું અનુમાન છે. એટલે કે નાણાવર્ષ 2020-21ના બજેટ અંદાજ 2.49 ટકા કરતા 39.3 ટકા વધુ એટલે 97600 કરોડ રુપિયાની વધુ આવક થશે. તેવી જ રીતે રાજ્ય સરકારો વેટના નામે તિજોરીઓ ભરી રહી છે.