Gujarat Exclusive > ગુજરાત > PM જન્મદિવસે રાજ્યમાં રસીકરણની મેગા ડ્રાઇવ

PM જન્મદિવસે રાજ્યમાં રસીકરણની મેગા ડ્રાઇવ

0
96

ગાંધીનગર: કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રહ્યુ છે ત્યારે આવતી કાલ તા.17મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ હોવાની જાહેરાત આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.

તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. એટલુ જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતીકાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

મનોજ અગ્રવાલે કહ્યુ કે, તા.17 મી સપ્ટેમ્બર, 2021ના રોજ રાજ્યમાં કોવિડ- 19 રસીકરણની જે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે તેને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

આ પણ વાંચો: COVID-19: દેશમાં પાછલા 24 કલાકમાં 30 હજારથી વધારે કેસ, 431 લોકોના મોત

રાજ્યમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત થયેલી પ્રશંસનીય કામગીરીની વિગતો આપતા અગ્રવાલે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. 16 મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8, 34, 787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ 5, 906 ગામડાઓ, 104 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ- 19 રસીના સ્ટોરેજ 6 ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, 41 જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા 2236 કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં 12,000થી વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે વધુમા ઉમેર્યુ કે, આવતી કાલ તા.17 સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં 100થી વધુ દિનદયાલ ઔષધાલય સેન્ટર ઉભા કરવામાં આવશે. તેમા પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્ધ કરાવી વિના મુલ્યે નિદાન-સારવાર કરાવાશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat