Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યા ? જાણો..

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યા ? જાણો..

0
23
  • વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ- 2022 સંદર્ભે ગુરુવારે મુખ્યમંત્રી પટેલ દિલ્હી ખાતે યોજાનાર રોડ શોમા સહભાગી થશે

  • 9,17, 220 ચો.મી. સરકારી પડતર જમીનની જાહેર હેતુસર ફાળવણી કરાઈ: પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

  • મોબાઈલ સ્માર્ટ ફોન માટે વધુ અરજીઓ આવશે તો કૃષિ વિભાગ દ્વારા ડ્રો કરાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ- 2022નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આવતીકાલે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ- 2022 સંદર્ભે રોડ શોમા સહભાગી થશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સહભાગી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે.આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે. ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની 10મી શ્રૃંખલાના પ્રારંભમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે  રૂ. 24 185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 19 જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે.આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આગામી સમયમા પણ સમિટ સુધી એમ.ઓ.યુની આ શૃંખલા ચાલુ રહેશે.

તેમણે ઉમેર્યુ કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં 40 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની કેટેગરીમાં ગુજરાતનું અમદાવાદ પ્રથમ ક્રમાંકે, વિવિધ રાજ્યોના પાટનગરની શ્રેણીમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર પ્રથમ ક્રમાંકે જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર પ્રથમ ક્રમાંકે જ્યારે  સુરત બીજા ક્રમાંકે રહ્યું છે. ટીમ ગુજરાતના અથાગ પ્રયત્નો અને નાગરિકોના સહયોગથી આજે ગુજરાતે સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મંત્રી વાઘાણીએ આદિજાતિ વિભાગ સંદર્ભે જણાવતા કહ્યું કે, આદિજાતિ વ્યક્તિઓ માટે નવા 5000 આવાસો વધારી કુલ 10,000 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે 4500 જેટલા આવાસોની માહિતી  કેબિનેટ બેઠકમાં આપી હતી.

મંત્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યનો ખેડૂત ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ સ્માર્ટ બને તે હેતુ તેમને સ્માર્ટ ફોન માટે 1500 રૂપિયાની મર્યાદામાં સ્માર્ટ ફોનની કિંમતના દસ ટકા આપવાની પહેલ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ અરજીઓ આવશે તો કૃષિ વિભાગ દ્વારા ડ્રો કરી  રાજ્યના ખેડૂતોને લાભ આપવામાં આવશે.

તેમણે મહેસૂલ વિભાગ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, 9,17, 220 ચો.મી. સરકારી પડતર જમીનની જાહેર હેતુસર ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં જે પડતર જમીનની ફાળવણીના પ્રશ્નો હતા તેનું ઝડપી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat