Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં કોરોના રોકવા માટે મેગા પ્લાન: દર્દી માટે દિલ્હીને મળશે 500 રેલ્વે કોચ, 2 દિવસમાં ડબલ થશે ટેસ્ટિંગ

દિલ્હીમાં કોરોના રોકવા માટે મેગા પ્લાન: દર્દી માટે દિલ્હીને મળશે 500 રેલ્વે કોચ, 2 દિવસમાં ડબલ થશે ટેસ્ટિંગ

0
396

નવી દિલ્હી: કોરોનાના વધતા કહેર વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીમાં કોરોનાને રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી હતી. ગૃહમંત્રીએ જણાવ્યુ હતું કે દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દી માટે બેડની કમીને જોતા કેન્દ્ર સરકારે તુરંત 500 રેલ્વે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે. આ કોચ દિલ્હીમાં 8000 બેડ વધશે.

અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાની ટેસ્ટિંગને વધારીને બે ઘણી કરવામાં આવશે અને 6 દિવસ બાદ ટેસ્ટિંગને વધારીને ત્રણ ઘણો કરી દેવામાં આવશે. સાથે જ કેટલાક દિવસ બાદ કંટેનમેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. દિલ્હીના કંટેનમેન્ટ ઝોનમાં Contact mapping સારી રીતે થઇ શકે તેની માટે ઘરે જઇને દરેક એક વ્યક્તિનું વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે, જેનો રિપોર્ટ 1 અઠવાડિયામાં આવી જશે. સાથે જ સારી રીતે મોનિટરિંગ હોય તેની માટે ત્યા દરેક વ્યક્તિના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: શું કોરોના પર સત્ય છુપાવી રહી છે મોદી સરકાર? નિષ્ણાંતોએ સર્વે પર ઉઠાવ્યા સવાલ

ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમણની સારવાર માટે કોરોના બેડમાંથી 60% બેડ ઓછા રેટમાં ઉપલબ્ધ કરાવવા, કોરોના સારવાર અને કોરોનાની ટેસ્ટિંગના રેટ નક્કી કરવા માટે ડૉ. પોલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે જે કાલ સુધી પોતાનો રિપોર્ટ પ્રસ્તૃત કરશે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા અને તેનાથી મજબૂતીથી લડવા માટે દિલ્હી સરકારને ભારત સરકાર અને પાંચ વરિષ્ઠ અધિકારી આપવાનો નિર્ણય કર્યો છે.