Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં રહે છે ટ્રમ્પનો ‘જબરા ફેન‘, અમેરિકન રાષ્ટ્રપતિને ભગવાન માની રોજ કરે છે પૂજા

ભારતમાં રહે છે ટ્રમ્પનો ‘જબરા ફેન‘, અમેરિકન રાષ્ટ્રપતિને ભગવાન માની રોજ કરે છે પૂજા

0
1240

હૈદરાબાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મલેનિયા ટ્રમ્પ સાથે ભારતના પ્રવાસ પર આવી રહ્યાં છે, ત્યારે તેલંગાણાના એક વ્યક્તિએ પોતાને ટ્રમ્પના “સુપર ફેન” જણાવી કેન્દ્ર સરકાર પાસે તેમની સાથે મુલાકાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેલંગાણાના બુસા કૃષ્ણા ટ્રમ્પના એટલા ‘જબરા ફેન‘ છે કે તઓ સવાર સાંજે તેમની પૂજા કરે છે.

આ અંગે બુસ્સા કૃષ્ણાએ જણાવ્યું કે, હું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે એવી જ આસ્થા ધરાવું છે, જેવી મારો પરિવાર ભગવાન શિવ પ્રત્યે ધરાવે છે. બુસ્સા કૃષ્ણાએ ગત વર્ષે ટ્રમ્પની 6 ફૂટ ઊંચી મૂર્તિ પોતાના ઘરના આંગણમાં લગાવી હતી અને ત્યારથી જ તે તેમની પૂજા કરે છે. આ સ્ટેચ્યૂ તેણે ગત વર્ષે 14 જૂને ટ્રમ્પના જન્મદિવ પર ઉભુ કર્યુ હતુ. જેના પર તેઓ દરરોજ દૂધથી અભિષેક કરે છે. બુસ્સાએ ભારત સરકારને અપીલ કરી છે કે, તેઓ ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસ પર તેમની મુલાકાત કરાવે.

ટ્રમ્પ પ્રત્યે પોતાના પ્રેમ વિશે બુસ્સા કૃષ્ણાએ જણાવ્યું કે, 4 વર્ષ પહેલા ટ્રમ્પ મારા સપનામાં આવ્યા હતા. જે બાદ હું દરરોજ તેમની પૂજા કરું છું. કૃષ્ણાએ જણાવ્યું કે, સપનામાં ટ્રમ્પ આવ્યા બાદ મારી કિસ્મત ચમકી છે. મારા રિયલ એસ્ટેટના ધંધામાં મને ઘણો ફાદો થયો. જે બાદ ટ્રમ્પ પ્રત્યે મારો પ્રેમ અને આદર ધીરે-ધીરે આસ્થામાં બદલાવા લાગ્યો. આમા મને ખુશી પણ મળવા લાગી. એવામાં ભગવાની પ્રાર્થના કરવાની જગ્યાએ હું ટ્રમ્પની પૂજા કરવા લાગ્યો.

કૃષ્ણાએ વધુમાં જણાવ્યું કે, હું ઈચ્છુ છુ કે ભારત અને અમેરિકાના સબંધો મજબૂત બને. હું દર શુક્રવારે ટ્રમ્પના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરું છુ. હું હંમેશા મારી સાથે ટ્રમ્પનો એક ફોટો રાખુ છુ અને કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેમને પ્રાર્થના કરું છું. હું તેમને મળવા માંગુ છુ અને મારી ઈચ્છા છે કે, ભારત સરકાર મારૂ સપનુ સાકાર કરવામાં મારી મદદ કરે.

જણાવી દઈએ કે, અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ પોતાની પત્ની મિલાનિયા સાથે 24-25 ફેબ્રુઆરીથી 2 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યાં છે. જો કે આ વખતનો ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ અન્ય મુલાકાતોથી અલગ છે. આ વખતે રાષ્ટ્રપતિની યાત્રા દિલ્હીથી નહી, પરંતુ ગુજરાતના અમદાવાદશી શરૂ થશે. જ્યાં મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ”ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વારાણસીથી PM મોદીની ચૂંટણીને પડકારાઈ, પૂર્વ BSF જવાન સુપ્રીમ કોર્ટ પહોંચ્યો