Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અમિત જેઠવા હત્યા કેસના આરોપીના પુત્રનો લમળે ગોળી મારી આપઘાત, સ્યૂસાઈડ નોટ ન મળતા રહસ્ય ઘેરાયુ

અમિત જેઠવા હત્યા કેસના આરોપીના પુત્રનો લમળે ગોળી મારી આપઘાત, સ્યૂસાઈડ નોટ ન મળતા રહસ્ય ઘેરાયુ

0
270

અમિત જેઠવા કેસના આરોપી શિવા સોલંકીના પુત્રએ આજે પોતાના ઘરમાંજ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ શીવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ આત્મહત્યા કરી છે. રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું છે. હાલમાં શીવા સોલંકી અમિત જેઠવા હત્યા કેસમાં સાબરમતી જેલમાં બંધ છે.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોડીનારના અડવી ગામમાં રહેતા આર્મીમેન મિતનો મિત્ર છે. તેની રિવોલ્વર મિત પાસે જ હતી. આ મિત્રની રિવોલ્વરમાંથી જ મિતે ફાયરિંગ કરી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મિત પાસેથી કોઈ પણ પ્રકારના લખાણવાળી સ્યુસાઈડ નોટ મળી આવી નથી. મિતે આજે સોમવારે બપોરે 1.30થી 2 વાગ્યાના સમયગાળામાં પોતાના ઘરે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મિતે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.