Gujarat Exclusive > દેશ-વિદેશ > નવા વર્ષે મળશે ખુશખબર! કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગને લઈને આજે મહત્વની બેઠક

નવા વર્ષે મળશે ખુશખબર! કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગને લઈને આજે મહત્વની બેઠક

0
150

નવી દિલ્હી: કોરોના વાઈરસના (Corona Virus) નવા સ્ટ્રેનના સંક્રમણની દહેશત વચ્ચે 2 જાન્યુઆરીથી સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ડ્રાય રન રહેલા વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગને લઈને આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના નિષ્ણાંતોની સમિતિ ફાઈઝર અને ઓક્સફોર્ડ સહિત અનેક વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગની (Covid Vaccination) મંજૂરીને લઈને મહત્વની બેઠકમાં નિર્ણય લેશે. આ બેઠક એટલા માટે પણ અગત્યની છે કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ફાઈઝરની વૅક્સીનના (Pfizer Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે અને ભારત સરકારની સમિતિના એજન્ડામાં પણ તે સામેલ છે.

ન્યૂઝ એજન્સી PTI મુજબ, નિષ્ણાંતોની સમિતિ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાના સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના આગ્રહ અને કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂર આપવા ભારત બાયોટેકની ભલામણ પર વિચાર કરવા માટે આજે ફરીથી બેઠેક કરશે.Corona Vaccine

સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, નિષ્ણાંતોની સમિતિએ વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગની (Covid-19 Vaccination) મંજૂરી આપવા માટે આજે બપોર બાદ બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહીનો રેકોર્ડ, 2020માં 198 કેસ Corona Vaccine

જણાવી દઈએ કે, અગાઉ બુધવારે પણ આ સમિતિની એક બેઠક યોજાઈ હતી. કોરોના સબંધી એક્સપર્ટોની કમિટીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયોટેક દ્વારા સોપવામાં આવેલ વધારાની વિગતોનું અવલોકન કર્યું હતું.

2 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં ડ્રાય રન
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બે જાન્યુઆરીથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોરોના વૅક્સીનેશનનો (Covid-19 Vaccination) ડ્રાય રન કરવામાં આવશે. આ ક્વાયતને તમામ રાજ્યોની રાજધાનીમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર હાથ ધરવામાં આવશે.

કેટલાક રાજ્યોમાં ડ્રાય રન એવા જિલ્લાઓમાં પણ હાથ ધરાશે, જ્યાં પહોંચવું સરળ નહીં હોય અને આંતરિયાળ વિસ્તારો હોવાના કારણે પુરતી સુવિધા નહીં હોય.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વૅક્સીનેસનના (Corona Vaccine Dry Run) ડ્રાય રન શરૂ કરવા માટે તૈયારી શરૂ કરવા કહ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9