Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મેડિક્લેમ લો ત્યારે ચેતજો, ક્યાંક તમારા નામે બોગસ બેન્ક ખાતુ ન ખૂલી જાય

મેડિક્લેમ લો ત્યારે ચેતજો, ક્યાંક તમારા નામે બોગસ બેન્ક ખાતુ ન ખૂલી જાય

0
381
  • ITની નોટિસ મળી ત્યારે ફેકટરી માલિકને જાણ થઈ તેમના નામે બેંક ખાતુ ખુલ્યું છે!
  • ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જનારાએ બોગસ ખાતુ ખોલાવી નાણાકીય વ્યવહાર કર્યા
  • છેતરપિંડી આચરનાર અને સહયોગ આપનારા બેન્ક કર્મચારી બંને સામે ફરિયાદ

અમદાવાદ: તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે જ્યારે મેડિક્લેમ માટે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો છો તેના આધારે તમારી સાથે જ છેતરપિંડી કોઈ આચરી જાય. પણ જો વિચાર્યુ ન હોય તો વિચારજો, કારણ કે મેડિક્લેમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તેના આધારે બોગસ ખાતુ ખોલાવી નાણાકીય વ્યવહારો પણ થઈ જતા હોય છે અને છેલ્લે તેનું બિલ તમારા માટે ફાટે છે.

આવા જ એક બનાવમાં ઇન્કમટેક્સ વિભાગે 31 લાખ રૂપિયાના વ્યવહારો ઈન્કમટેક્સ રિટર્નમાં ના બતાવવા બદલ ફેકટરી માલિકને નોટિસ મોકલી હતી. નોટિસ મળ્યા બાદ ફેકટરી માલિકે તપાસ કરતા ભાંડો ફૂટ્યો કે મેડિકલેમ (mediclaim-fraud)ઉતરાવવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ ગયેલા શખ્સે તેમના નામનું બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં નોટબંધી સમયે 31 લાખ રૂપિયાના વ્યવહારો કર્યા હતા.

આ પણ વાંચોઃ UPના ઠગે 140 મહિલાના રૂપિયા લઈ કાગળ પર શિક્ષક બનાવી, રૂ.15 લાખ લઈ ફરાર

આમ ફેકટરી માલિકની બોગસ સહીઓ (mediclaim-fraud)કરી બેક ખાતુ ખોલાવી ઠગાઈ કરનાર શખ્સ અને મળતીયા બેંક અધિકારી વિરૂધ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઓરિજિનલ ડોક્યુમેન્ટ શા માટે આપ્યા

શાહપુર નાગોરીવાડ વિસ્તારમાં બૂક બાઈન્ડિંગનું કારખાનું ધરાવતા અમરીશભાઈ દત્તે પાલડી ખાતે સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતાં હિમાંશુ રજનીકાંત શાહને મેડિકલેમ (mediclaim-fraud)ઉતરાવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા. અમરીશભાઈએ પોતાના, પરિવાર અને કારીગરોના પાનકાર્ડ,આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ફોટા હિમાંશુભાઈને આપ્યા હતા.

કૌભાંડની ક્યારે ખબર પડી

27 એપ્રિલ 2016ના રોજ સવારે હિમાંશુભાઈ ઓરિજીનલ ડોક્યુમેન્ટ (mediclaim-fraud)અમરીશભાઈએ આપી ગયા હતા. વેજલપુર ઇન્કમટેક્સ ઓફિસના અધિકારી પી.ડી.વાઘેલાએ અમરીશભાઈને ગત મે 2019માં ફોન કર્યો હતો. તેઓએ જણાવ્યું કે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી અને નોટિસનો જવાબ આપતા નથી.તમારે અમારી ઓફિસે આવી ખુલાસો કરવો પડશે.

આ પણ વાંચોઃ વૈભવી કારો લઈ કોર્ટમાં આવતા બાપ-બેટાએ વકીલોને રૂ. 5 કરોડનો ચૂનો ચોપડ્યો

કયા નામે ખાતુ ખૂલ્યુ

અમરીશભાઈ ઇન્કમટેક્સમાં ગયા તો અધિકારીએ (mediclaim-fraud)તમે સેન્ટ્રલ બેંક વાસણામાં ખાતું ખોલાવ્યું તેની વિગતો ભરી નથી તેમ જણાવ્યું હતું. આથી અમરીશભાઈએ મારું ત્યાં કોઈ ખાતું નથી તેમ જણાવ્યું હતું. અધિકારીએ બેંકમાં તપાસ કરવા જણાવ્યું હતું. બેંકમાં તપાસ કરતા અમરીશભાઈના નામે ચાલુ ખાતુ નીતા ટ્રેડર્સના નામથી ખૂલેલું હતું.

બેંકમાં રજુઆત કરતા મેનેજરે તમે હિમાંશુભાઈ જોડે વાત કરો તેમ જણાવ્યું હતું. હિમાંશુભાઈને વાત કરતા તેઓએ આ મેટર આપણે પતાવવાની છે તેમ કહી પંચવટી ખાતે પ્રકાશ કાપડીયાની ઓફિસમાં મિટીંગ રાખી હતી.

આરોપીએ શું ઓફર કરી

હિમાંશુભાઈએ તે સમયે, તમારા નામનું બેંક એકાઉન્ટ હું બંધ કરાવી દઈશ, તમારી પર કોઈ ઇન્કમટેક્સની નોટિસ આવશે નહીં. ઇન્કમટેક્સમાં જે પૈસા ભરવાના થશે તે હું ભરી દઈશ તમે મારા વિરૂધ્ધ પોલીસમાં જે અરજીઓ કરી છે. તે પરત લઈ લો તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ માતાની સહી કરી બેંકમાંથી રોકડ ઉપાડી લેનાર પુત્રી વિરુદ્ધ SBI બેંકની ફરિયાદ

હિમાંશુભાઈની વાત પર ભરોસો ના આવતા અમરીશભાઈએ અરજીઓ પરત લીધી ન હતી. ઇન્કમટેક્સ તરફથી અમરીશભાઈને બે નોટિસ મળી ચુકી છે. તેઓએ ઇન્કમ ટેક્સમાં અપીલ પણ કરી છે.જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આ અંગે અમરીશભાઈએ આરોપી હિમાંશુ શાહ અને સેન્ટ્રલ બેંકના મળતીયા અધિકારી વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.