Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Medical-paramedicalની ફી નહીં વધવાની સરકારની જાહેરાત છેતરામણીઃ કોંગ્રેસ

Medical-paramedicalની ફી નહીં વધવાની સરકારની જાહેરાત છેતરામણીઃ કોંગ્રેસ

0
258
  • સરકારે  ફી માફીના બદલે ફી નહીં વધવાનું લોલીપોપ આપ્યું : ડૉ.મનીષ દોશી
  • મેડિકલ પેરા મેડિકલ ખાનગી કોલેજો વર્ષે  1500 કરોડ ફી  પેટે વસુલે છે 
  • શૈ7ણિક કાર્ય શરુ ન થતાં એક સત્ર ફી માફીની માંગ કોંગ્રેસે દોહરાવી

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે તમામ શૈક્ષણિક કાર્ય લગભગ બંધ છે. મેડિકલ-પેરામેડિકલ (Medical-paramedical)માં પણ સત્ર હજુ શરુ નથી. છતાં ભારેખમ ફીની વસુલાતથી વિદ્યાર્થી-વાલીઓ ચિંતિત છે. ત્યારે ગુજરાત સરકારે ફીમાં વધારો નહીં કરવાની જાહેરાત કરી છેતરપિંડી કર્યાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે.

કોરોના બાદ સર્જાયેલી આર્થિક કટોકટીને ધ્યાનમાં લઇને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે મેડિકલ પેરા મેડિકલ (Medical-paramedical)કોલેજો ફીમાં વધારો નહીં કરે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને કોંગ્રેસે છેતરામણી તથા લોલીપોપ સમાન ગણાવી છે. કોંગ્રેસે મેડિકલ પેરા મેડિકલના વિદ્યાર્થીઓની સત્ર ફી માફ કરવાની માંગણીને ફરીવાર દોહરાવી છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારકો (Star campaigners)ના આગમન અંગે હજુ અટકળો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે કોરોના મહામારી બાદ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલાં ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઊંચી ફીના ધોરણોના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

ભાજપ સરકારના આરોગ્ય ખાતાને કોંગ્રેસ ભ્રષ્ટ ગણાવ્યું

આગામી સમયની અંદર ગુજરાતની આરોગ્ય સેવામાં પોતાની સેવા આપવા માંગતા તેજસ્વી યુવાન યુવતીઓ મહેનત કરીને આગળ આવવા માંગે છે. પરંતુ કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર અને તેનો ભ્રષ્ટ  આરોગ્ય વિભાગ તબીબી શિક્ષણ અતિ મોઘું કરી રહી છે.

ડો. દોશીએ ફીના ચોંકાવનારા આકડાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ તથા પેરા મેડિકલ (Medical-paramedical)જેવી કે MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિ, નર્સિંગ, ફીઝીયોથેરાપીમાં કુલ મળીને 72 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાડા પાંચ વર્ષના અભ્યાસક્રમ એવા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિમાં ચાર વર્ષ ફી ભરવાની હોય છે.

જયારે નર્સીગ, ફીઝીયોથેરાપીમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે. ગુજરાતમાં મેડિકલ અને પેરા મેડિકલ (Medical-paramedical)માં જે રીતે ખાનગી કોલેજોના ફીના ઊંચા ધોરણો હોવાના કારણે દર વર્ષે 1500 કરોડ રૂપિયા કરતા વધુ રકમ ફી પેટે ગુજરાતના વાલીઓ પાસેથી વસૂલ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ કુતરા પકડવા અને ખસિકરણ પાછળ 4 કરોડનો ખર્ચ: કૌભાંડ થયાનો આક્ષેપ

દર વર્ષે નવા 20 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશે છે Medical-paramedical

દર વર્ષે નવા 20 હજાર જેટલાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. મેડિકલમાં 8થી 24 લાખની ફી છે. જયારે સરકારી અને પ્લાનિંગ કમીશનના નાણાંથી બનેલી જીએમઇઆરસી કે જેને પાછળથી ભાજપ સરકારે સોસાયટીમાં રુપાંતર કરી ખાનગી કોલેજ બનાવી છે તે કોલેજો 3 લાખથી 15 લાખ ફી વસૂલે છે.

વહીવટી, લેબોરેટરી સહિત કોઇ ખર્ચ નથીઃ મનીષ દોષી

ડો. મનીષ દોશીએ કહ્યું કે, કોરોનાના કાળમાં મેડિકલ પેરામેડિકલ (Medical-paramedical)કોલેજોનું શૈક્ષણિક સત્ર જ શરૂ થયું નથી. તેમને ન તો વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ કે અન્ય વધારાના કોઇ ખર્ચ થયા નથી. આ સંજોગોમાં એક સત્રની ફી માફીની  કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી તથા રાજયપાલ સમક્ષ માંગણી કરી હતી.

તેની સામે સરકારે ગઇકાલે જે છેતરામણી જાહેરાત કરી છે. ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના વાલીઓ ફી ઘટાડા કે રાહતની માંગ કરે ત્યારે સરકાર ફી વધારો નહીં થાય તેવું આશ્વાસન આપે છે.

આ છેતરામણી જાહેરાતના કારણે ગુજરાતના તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગતા અને આગામી સમયમાં તબીબી ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માંગતા વિદ્યાર્થીઓમાં નિરાશાજનક વાતાવરણ ઊભું થયું છે. જેથી કોંગ્રેસ એક સત્રની ફી માફ કરવા સરકાર સમક્ષ માંગ ફરીવાર દોહરાવે છે.

આ પણ વાંચોઃ નવરાત્રિ વિવાદ : ડૉક્ટર્સ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા કલાકારો વિરૂદ્ધ ફરિયાદ

કઇ ફેકલ્ટીમાં શું છે ફીના ધોરણો ?

ફેકલ્ટીનું નામ                     કેટલી ફી

મેડીકલ                            રુ.8 થી 24 લાખ 

GMERS                         રુ.3 થી15 લાખની 

ડેન્ટલ                              રુ. 2 થી 10 લાખ

આયુર્વેદ                          રુ.1 થી 6 લાખ 

હોમીયોપેથી                    રુ. 1 થી 6 લાખ 

ફિઝિયોથેરપી              રુ. 65 હજારથી દોઢ લાખ 

નર્સિંગ                         રુ. 1થી 1.50 લાખ