Gujarat Exclusive > દેશ-વિદેશ > શાહીન બાગ: વાર્તાકારોએ પ્રદર્શનકારીઓના સાંભળ્યા દુ:ખ દર્દ, કાલે ફરીથી થશે વાત

શાહીન બાગ: વાર્તાકારોએ પ્રદર્શનકારીઓના સાંભળ્યા દુ:ખ દર્દ, કાલે ફરીથી થશે વાત

0
222

શાહીન બાગના રસ્તા ખોલવા માટે સુપ્રમી કોર્ટ તરફથી નિયુક્ત વાર્તાકારોએ બુધવારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી છે. પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત બાદ વાર્તાકાર સાધના રામચંદ્રને જણાવ્યુ કે, અમે શાહીન બાગમાં માતાઓ સાથે, બહેનો સાથે, નાગરિકો સાથે મુલાકાત કરી છે. મુલાકાત સારી રહી. બધા લોકોએ તેમના દુ:ખ દર્દ અમારી સાથે વ્યક્ત કર્યા. આજે વાત તો પૂરી ના થઈ શકે, આજે શરૂઆત કરી છે, તેઓ ઈચ્છે છે કે અમે કાલે ફરીથી આવે, અમે કાલે ફરીથી આવીશ.

સુપ્રીમ કોર્ટના વાર્તાકાર અને વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, આજે અમે ત્યાં ફક્ત સિખવા આવ્યા છે. કાલે ફરી આવીશુ. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ અમે આગળ કાર્યવાહી કરીશું. વાર્તાકારોની પ્રદર્શનકારીઓ સાથે શું વાતચીત થઈ. તેના પર સંજય હેગડેએ જણાવ્યુ કે, અમે ત્યાં સાંભળવા ગયા હતા. સાંભળીને જઈ રહ્યા છે. આજથી અમારી શરૂઆત થઈ છે.

મીડિયા સામે વાર્તાકારોએ નથી કરી વાતચીત

શાહીન બાગ પહોંચતા જ વાર્તાકાર સાધના રામચંદ્રએ મીડિયાની હાજરી પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે, મીડિયા સામે વાત કરવી શક્ય નથી. મીડિયાની હાજરીને લઈને વાર્તાકારો અને કેટલાક પ્રદર્શનકારીઓ વચ્ચે મતભેદ પણ થયુ. આ દરમિયાન સંજય હેગડેએ મંચ પર પહોંચીને કોર્ટના આદેશ વાંચીને સંભળાવ્યો. તેમણે જણાવ્યુ કે, અમે અહીં વાતચીત માટે આવ્યા છે કોઈ નિર્ણય સંભળાવવા નથી.

સંજય હેગડેએ શાહીન બાગ પ્રદર્શનકારીઓથી જણાવ્યુ કે, જ્યાં સુધી તમારા જેવા લોકો બંધારણને લઈને આગળ ચાલતા રહેશે, ત્યાં સુધી દેશમાં આઝાદી રહેશે.

જણાવી દઈએ કે, દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિકત્વ સુધારા કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે ત્રણ લોકોને સોંપી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે. સુપ્રીમ કોર્ટમાં હવે કેસની સુનાવણી 24 ફેબ્રુઆરીએ થશે.

BJP સાંસદના પોતાની સરકાર પર જ પ્રહાર, GSTને ગણાવ્યો 21મી સદીનું સૌથી મોટુ પાગલપન