Gujarat Exclusive > દેશ-વિદેશ > શાહીન બાગમાં વિરોધ શાંતિપૂર્ણ, પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા- SCમાં વાર્તાકાર

શાહીન બાગમાં વિરોધ શાંતિપૂર્ણ, પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા- SCમાં વાર્તાકાર

0
274

દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વાર્તાકારોમાંથી એક વજાહત હબીબુલ્લાએ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી છે. વજાહત હબીબુલ્લાએ તેમના રિપોર્ટમાં જણાવ્યુ કે, નાગરિકત્વ સુધારા કાયદા (CAA) વિરુદ્ધ શાહીન બાગમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો છે.

હબીબુલ્લાએ તેમના રિપોર્ટમાં જણાવ્યુ કે, પોલીસે શાહીન બાગ નજીકના પાંચ સ્થળો પર સુરક્ષાને જોતા બેરિકેડિંગ કરવામાં આવી છે. જો આ અવરોધોને હટાવી દેવામાં આવે તો, ટ્રાફિક સામાન્ય થઈ જશે. તેમણે આગળ જણાવ્યુ કે, પોલીસે બિનજરૂરી રસ્તાને બંધ કર્યા છે, જેના કારણે લોકોને સમસ્યા થઈ રહી છે.

જણાવી દઈએ કે, શાહીન બાગમાં ચાલી રહેલા ધરણાં પ્રદર્શનને લઈને થયેલી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાને 17 ફેબ્રુઆરીએ વાર્તાકાર તરીકે નિયુક્ત કર્યા હતા. વાર્તાકાર શાહીન ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત પણ કરી હતી.

CAAને લઇને દિલ્હીના મૌજપુરમાં પ્રદર્શન, પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા