Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતીય મેનસ્ટ્રીમ મીડિયા પાસે કુંભ અને તબલીગી જમાતને જોવાના અલગ ચશ્મા

ભારતીય મેનસ્ટ્રીમ મીડિયા પાસે કુંભ અને તબલીગી જમાતને જોવાના અલગ ચશ્મા

0
124

“ગુરૂવારે હરિદ્વારના કુંભ મેળામાં 10થી 14 એપ્રિલ વચ્ચે 1701 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા.”

વર્તમાન સમયમાં દેશની ઘટનાઓની બે ટાઈમલાઈન જોવા મળી રહી છે. એક મોત અના હતાશા સાથે જોડાયેલી ઘટનાઓનો સિલસિલો છે તો બીજી તરફ આસ્થા, તહેવારો અને જમાવડાથી છે. આ બીજા સિલસિલામાં રાજકીય નેતાઓ નજર અંદાજ કરી રહ્યાં છે. તેઓ આ મેળાવડાને સુરક્ષિત માને છે કેમ કે, આમાં સામેલ લોકો ઉપર બેસેલા દેવતાઓ પોતાની કૃપા વરસાવી રહ્યાં છે.

કોરોના વચ્ચે અનેક દુનિયા અસ્તિત્વમાં આવી

પ્રથમ ટાઈમલાઈનમાં શ્મસાનો બહાર રાહ જોતા લોકોનો મંજર છે. દર્દીઓના પરિજનો હોસ્પિટલની બહાર બેડ માટે લાઈન લગાવીને ઉભા છે. ટેસ્ટ રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. ધડકતા દિલો સાથે ઓક્સિજન અને વેન્ટિલેટરની રાહ જોવાઇ રહી છે. મોતો થઈ રહી છે.

તો બીજી તરફની એક દુનિયામાં ફરીથી એક વખત મજૂરોના ટોળા દેખાવા લાગ્યા છે. તેઓ ફરીથી બોરિયા-બિસ્તરા બાંધીને ટ્રેનોથી ઘરે પરત ફરતા જોવા મળી રહ્યાં છે. આ દુનિયામાં કર્ફ્યૂની જાહેરાત થઈ રહી છે. કોઈ સામાજિક અને ધાર્મિક સમારંભમાં 50થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

પરંતુ બીજી દુનિયાની ઘટનાઓના સિલસિલામાં લાખો લોકોના પવિત્ર સ્નાનો મંજર દેખાઈ રહ્યો છે. લોકોનો વિશાળ જનસંખ્યા કુંભ મેળામાં નદીઓમાં ડૂબકી લગાવી રહ્યું છે. મેનસ્ટ્રીમ મીડિયા જેને શ્રદ્ધાળું કહી રહ્યું છે તેઓ નદીઓના પાણીમાં પોતાના પાપ ધોઈ રહ્યાં છે, જ્યારે કોવિડના કેસો તોફાની ગતિએ પાછલા બધા રેકોર્ડ તોડી રહ્યું છે.

એક એવી પણ દુનિયા છે, જેમાં લોકો હજું પણ કોરોના ફેલાવવાનો ઠિકરો તબલીગી જમાત ઉપર ફોડી રહ્યાં છે. મીડિયા અને રાજકીય સત્તા તરફથી અલ્પસંખ્યકો વિરૂદ્ધ જ્યારે પૂર્વાગ્રહનો આરોપ લગાવવામાં આવે છે, તો તબલીગીઓને ઘેરવામાં આવે છે. યાદ કરો, જ્યારે કોરોના સંક્રમણની પ્રથમ લહેર આવી હતી, ત્યારે મુખ્યધારાની ટેલિવિઝન ચેનલોએ તમને માનવ બોમ્બ ગણાવ્યા હતા. પરંતુ કુંભમાં સ્નાન કરવા આવેલા લોકો શ્રદ્ધાળું છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મંગળવારે કહ્યું કે, હરિદ્વારામાં ચાલી રહેલા કુંભ મેળાની સરખામણી પાછલા વર્ષે દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મુખ્યાલયમાં જમા લોકો સાથે કરવી જોઈએ નહીં.

તેમને પત્રકારોએ કહ્યું, “તેઓ (મરકઝમાં આવેલા લોકો) એક બિલ્ડીંગની અંદર જમા હતા, જ્યારે કુંભમાં આવેલા લોકો ખુલ્લામાં રહી રહ્યાં છે. અહીં તો ગંગા વહી રહી છે. માં ગંગાનો પ્રવાહ અને આશીર્વાદથી કોરોના સંક્રમણ દૂર જ રહેશે. માં ગંગા આને ફેલાવવા દેશે નહીં. તબલીગી જમાતના જમાવડા સાથે આની સરખામણી કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.”

પાછલા વર્ષે એપ્રિલમાં અનેક મીડિયા ચેનલોએ નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના લોકોના ધાર્મિક આયોજનોને નિશાનો બનાવીને સતત હેશટેગ ચલાવ્યો હતો. આ હેશટેગનું નામ હતુ- કોરોના જેહાદી. તેમને બેદરકાર અને તાલિબાની કહેવામાં આવ્યા. તેમના પર 25 માર્ચ, 2020થી લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની શરૂઆતના સપ્તાહોમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. તેમના પર કેસો કરવામાં આવ્યા અને જેલના સળીયાઓ પાછળ ધકેલવામાં આવ્યા.

આ ઘટના પછી મુસલમાનોના બહિષ્કારની વાત ચાલી. મુસલમાનો વિરૂદ્ધ હેટ સ્પીડનો પૂર આવી ગયો અને મોટાભાગની મેનસ્ટ્રીમ ટેલિવિજન મીડિયાએ નિઝામુદ્દીન મરકજમાં સામેલ થયેલા લોકોને કડક સજા આપવાની પીએમ મોદીને અપીલ કરી.

25 માર્ચ, 2020ની આસપાસ જ્યારે દેશમાં પ્રતિદિવસ કોરોનાના 250 કેસો આવી રહ્યાં હતા, ત્યારે બીજેપી આઈટી સેલના અમિત માલવીયાએ કહ્યું હતુ કે, નિઝામુદ્દીનમાં તબલીગીઓ દ્વારા ભેગા થવું એક અપરાધ છે.

14 એપ્રિલે અમિત માલવીયએ એક ટ્વિટ કર્યું, જેમાં તેમને કહ્યું, પાછલા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 13,468 કેસ આવ્યા છે. અહીં મુંબઈના 7,873 કેસોથી લગભગ બેગણો વધારે છે. દિલ્હીમાં કોઈ ચૂંટણી નથી. કુંભ પણ નથી. આ બધુ માત્ર દિલ્હીમાં એક અસફળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હોવાના કારણે થઈ રહ્યું છે. પરંતુ તેઓ સમાચાર પત્રોમાં ખુબ જ જાહેરાતો આપી રહ્યાં છે.

ભારતમાં ગુરૂવારે કોરોનાના બે લાખ કેસો સામે આવ્યા હતા. જ્યારથી આ સંક્રમણ શરૂ થયો, ત્યારેથી એક દિવસમાં આટલા વધારે નવા કેસ ક્યારેય આવ્યા નહતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાંલયના આંકડાઓ અનુસાર બુધવારે 1,84,372 નવા કેસ નોંધાય હતા. પરંતુ ગુરૂવારે નવા સંક્રમણોની સંખ્યા 2,00,739 થઈ ગઈ. જેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, તે સંખ્યા શનિવારે 2.34 લાખે પહોંચી ગઈ છે.

12 અને 14 એપ્રિલે કુંભમાં બે શાહી સ્નાન થયો. 12 એપ્રિલે સોમવતી અમાવસ્યા અને 14 એપ્રિલે મેષ સંક્રાંતિના દિવસે શાહી સ્નાન થયા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. જેમાંતી મોટાભાગના લોકો કોવિડ-19થી બચાવ માનક નિયમોનો ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. ના તો લોકોએ માસ્ક પહેર્યા હતા અને ના સોશિયલ ડિસ્ટેન્સિગની નિયમોનું પાલન કરતાં જોવા મળ્યા હતા.

હરિદ્વારામાં આ વર્ષે કુંભ મેળા 1 એપ્રિલે શરૂ થયો હતો. જે 30 એપ્રિલે ખત્મ થશે.

ઈશ્વરમાં આસ્થા વાયરસને ખત્મ કરી દેશે

આ વર્ષે પાંચ એપ્રિલે દેશમાં પ્રથમ વખત એક દિવસમાં કોરોના સંક્રમણના એક લાખ કેસ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ છ એપ્રિલે ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત પોતે કુંભમાં જોવા મળ્યા. તેમનો માસ્ક પણ નાકથી નીચે ખસેલો જોવા મળ્યો હતો. આનાથી પહેલા તેમને કહ્યું હતુ કે, મેળો બધા માટે ખુલ્લો હોવો જોઈએ.

20 માર્ચે તેમને જાહેરાત કરી હતી કે, “કોવિડ-19 ના નામ પર કોઈને પણ મેળામાં આવવાથી રોકવામાં આવશે નહીં. ઈશ્વરમાં આસ્થા વાયરસને ખત્મ કરી દેશે. મને તેનો વિશ્વાસ છે.”

જ્યારે આનાથી અલગ, જે બીજી દુનિયા છે, તેમાં ટેલિવિજન ચેનલો અને ઓનલાઈન મીડિયાના એન્કર પીએમને વેક્સિન ગુરૂ કહીને તેમની વાહવાહી કરી રહ્યાં છે. તેમને કુંભમાં લોકોના જમાવડાથી વધારે ખતરો દેખાઈ રહ્યો નથી. જ્યારે કુંભ મેળાના દ્રશ્યો સ્પષ્ટ બતાવી રહ્યાં છે કે, ત્યાં કોવિડ પ્રોટોકલની ધજાગરા ઉડી રહ્યાં છે.

ભારતની મીડિયાના એક મોટા હિસ્સાને હરિદ્વારમાં 30 એપ્રિલ સુધી લોકોને ભેગા થવા દેવાના સરકારના નિર્ણય પર કોઈ આપત્તિ નહતી. પરંતુ વિદેશી મીડિયા કુંભમાં આટલા લોકો ભેગા થવા પર પ્રશ્ન ઉઠાવી રહ્યું છે અને આને સુપર સ્પ્રેડર ગણાવી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટના એક એડિટોરિયલમાં લખ્યું છે, કોવિડ સંક્રમણ ભારતને ગળી ગયું છે પરંતુ લોકો હજું પણ ગંગા નદીમાં માસ્ક વગર ડૂબકી લગાવી રહ્યાં છે.

ટાઈમ મેગેજિને લખ્યું, સોમવારની તસવીરથી ખબર પડે છે કે, ગંગામાં સ્નાન કરવા માટે લોકોની ભારે ભીડ જમા છે. પરંતુ પોલીસ પાસે લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરાવવાનો કોઈ જ અધિકાર નથી.

ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક સંજય ગુંજ્યાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે જો પોલીસે કુંભમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવાની કોશિશ કરી હોત તો ‘નાસભાગ જેવી સ્થિતિ’ ઉભી થઈ શકે છે. ઘાટોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવું ખુબ જ મુશ્કેલ છે. બીજી તરફ પોલીસ દાવો કરી રહી છે કે, કોવિડ-19 પ્રોટોકોલના ઉલ્લંઘનના કેસોને પકડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે.

તો દિલ્હી હાઈકોર્ટ કારમાં એકલા હોવા ઉપર પણ માસ્ક પહેરાવાનો ઓર્ડર આપી રહી છે, તો પોલીસ બાઈક લઈને એકલા જતા વ્યક્તિ પર માસ્ક ના પહેરવાના કારણે 1000 રૂપિયાનો દંડ ફટકારી રહી છે. દેશની સ્થિતિ ટકે શેર ભાજી અને ટકે શેર ખાજાના જેવી બની ગઈ છે. કોઈ જ મેનેજમેન્ટ નથી અને કોઈ મેનેજમેન્ટ કરનાર પણ નથી. દેશ વર્તમાનમાં રામ ભરોસે ચાલી રહ્યો છે.

હરિદ્વારમાં 350 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં 100થી વધારે આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્સર લાગેલા છે. આ કેમેરાઓમાં રેકોર્ડ થઈ રહેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાી રહ્યું છે કે લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે. સામાજિક અંતર તો દૂર-દૂર સુધી જોવા મળી રહ્યો નથી.

અલ-જજીરાએ પોતાના રિપોર્ટમાં તે કેસમાં અચરજ વ્યક્ત કરતાં કહ્યું છે, શું પીએમ નરેન્દ્ર મોદીએ ધાર્મિક નેતાઓના વિરોધના ડરથી લોકો પર આ કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો ન હતો? દેશની મીડિયાનો સૌથી મોટો આ કેસ પર મૌન હતા. જોકે, હવે કેટલાક મુઠ્ઠીભર સંપાદકોએ તેના પર પ્રશ્ન ઉઠાવવાના શરૂ કર્યા છે.

ગુરૂવારે ઈન્ડિયા ટૂડે ગ્રુપના રાહુલ કંવલે ટ્વિટ કરીને કહ્યું, “સરકારે કુંભ મેળો અને તેના જેવા કોઈપણ મોટા જમાવવડાઓ પર સખ્ત પ્રતિબંધ લગાવવો જોઈએ. રાજકીય પાર્ટીઓની રેલી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે. આવી મૂર્ખતાઓને કોઈ પણ ભગવાનને કોઈપણ ભગવાન માફ કરશે નહીં. લોકોના જીવન વોટોથી વધારે કિંમતી છે.”

વરિષ્ઠ પત્રકાર અભિસાર શર્મા કહે છે કે, પત્રકારોના વલણમાં થોડો પરિવર્તન આવ્યો છે કેમ કે, તેમાંથી અનેક લોકોના ઘર પર કોરોનાએ એન્ટ્રી કરી છે. બિહાર અને યૂપીનો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસ્તવ્યસ્ત થતો પોતાની આંખોથી જોઈ રહ્યાં છે.

કુંભના મેનસ્ટ્રીમ મીડિયાના કવરેજ વિશે તેઓ કહે છે કે, અહીં તો બધી જ રીતે સાંપ્રદાયિક દ્રષ્ટિથી ચીજો બતાવવામાં આવે છે અને કહેવામાં આવે છે.

મીડિયા પર નજર રાખનાર ટિપ્પણીકાર અને માખનલાલ ચતુર્વેદી યૂનિવર્સિટીના પ્રોફેસર મુકેશ કુમાર કહે છે કે, મીડિયામાં ભગવાકરણ થઈ ગયું છે. તેને ખુબ જ ઝડપી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણથી થયેલી ગંભીર સ્થિતિની કોઈ ચિંતા નથી. તેમને ચિંતા માત્ર સત્તાધારી પાર્ટીના એજેન્ડાનો ફોલો કરવાની છે.

તેઓ કહે છે કે, તેઓ ચીજો માત્ર હિન્દૂ-મુસ્લિમના ચશ્માથી જૂએ છે. જ્યારે તબલીકી જમાતનો કેસ આવ્યો તો મીડિયાએ લગભગ હિંસાની સ્થિતિ પેદા કરી દીધી. જ્યારે પાછલા કેટલાક મહિનાઓમાં અનેક ધાર્મિક આયોજનો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. બીજા ધર્મની બાબત હોય તો ચશ્મો બદલાઈ જાય છે. હિન્દૂ તહેવારો, આયોજનો પર થનારા જમાવડાનો તેઓ બચાવ કરવા લાગે છે. પરંતુ તેઓ તે સમજતા નથી કે, આવી રીતના જમાવડા હિન્દુઓના પણ વિરોધમાં છે કેમ અંતમાં તો આનાથી તેમને જ નુકશાન થશે. આ પત્રકારિતા નથી. આ પ્રોપગેન્ડા મશીનરી છે અને આનો લોકશાહી સાથે કોઈ જ લેવા-દેવા નથી. મુસ્લિમો વિરૂદ્ધ મીડિયામાં હંમેશાથી એક પૂર્વગ્રહ રહ્યો છે પરંતુ પહેલા નેશનલ મીડિયામાં કેટલાક નિયમ-કાનૂન હતા. પરંતુ હવે એવું નથી. એવું લાગી રહ્યું છે કે, આપણે હિટલરના શાસનવાળા જર્મનીમાં રહી રહ્યાં છીએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat