Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનમાં MBBS કે મેડિકલ ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓ કોરોના બાદ આ કારણે મુંઝાયા, જાણો એડમિશન લીધા બાદ શું થયું

ચીનમાં MBBS કે મેડિકલ ક્ષેત્રે ભણતા વિદ્યાર્થીઓ કોરોના બાદ આ કારણે મુંઝાયા, જાણો એડમિશન લીધા બાદ શું થયું

0
5

ડોકટરની ડીગ્રી લેતા પહેલા પ્રેક્ટીકલ નોલેજ ખૂબ જ આવશ્યક છે પરંતુ જે ભારતીય વિદ્યાર્થી કોરોના પહેલા ચીનમાં એડમિશન મેળવી ચૂક્યા છે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ પાસે ડીગ્રી તો આવી જશે પરંતુ પ્રેક્ટીકલ તેઓ જરા પણ કરી નહી શકે જેથી આ ડોક્ટરો બની હશે પરંતુ પ્રેક્ટીકલ નોલેજ તેમને નહીં મળે.

કોવિડ મહામારીને કારણે માર્ચ 2020 બાદ ચીનમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા હતા. ત્યારથી તેઓ ઑનલાઇન માધ્યમથી અભ્યાસ કરી રહ્યાં છે. બીજી તરફ ચીન પ્રવાસન પરથી પાબંધી નથી હટાવી રહ્યું જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

પરંતુ માર્ચ 2020 બાદથી ભારત પરત ફર્યા બાદ હજુ પણ ચીને ભારતીય વિદ્યાર્થીઓને પરત નથી બોલાવ્યા. અગાઉ જે વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે તેવા આ વિદ્યાર્થીઓને મહેનત વગર જ ડિગ્રી મળી જશે.

વર્ષ 2017માં ચીનની મેડિકલ કૉલેજોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષો દરમિયાન પ્રેક્તિકલ કરાવવા પર વધુ ભાર મૂકવામાં આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓ ક્લિનિકલ પ્રેક્ટિસ વગર જ ડૉક્ટર બની ડિગ્રી મેળવી લેશે. જોકે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ બાબતે ભારતની એમ્બેસી વિદ્યાર્થીઓ તરફી વાત કરવી જોઈએ જેથી તેમને તેની વ્યવસ્થા મળી રહે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat