Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોણ કહે છે… ડોકટર બનવા વય જરૂરીઃ 64 વર્ષની વયે MBBS કરે છે આ દાદા

કોણ કહે છે… ડોકટર બનવા વય જરૂરીઃ 64 વર્ષની વયે MBBS કરે છે આ દાદા

0
113

પિતા-દિકરીને ગુમાવનારા ઓડિશાના એક રિટાયર્ડ બેન્ક અધિકારીના જુસ્સાને સલામ

ભુવનેશ્વરઃ ઓડિશામાં એક રિટાયર્ડ બેન્ક અધિકારીના જુસ્સાને સલામ કરવાનું મન થઇ જાય. જેમણે 64 વર્ષની વયે NEETની એક્ઝામ (MBBS at 64)પાસ કરી હવે MBBSની તૈયારી કરી રહ્યા છે. દાદા બનવાની ઉંમરમાં આ ભાઇએ હતાશ અને નિરાશ લોકો માટે પ્રેરણા પુરી પાડી છે કે ઊઠો જાગો અને પ્રવૃત્ત રહો.

વૃદ્વાવસ્થામાં પહોંચી ગયેલા આ સાહસિક શખસનું નામ છે, જય કિશોર પ્રધાન. જયકિશોર પોતાની દિકરીઓના સપના પુરા કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે માત્ર વયને નથી થકવી પણ એક અકસ્માતમાં ગુમાવેલા પગની વિકલાંગતાને પણ હરાવી દીધી.

આ પણ વાંચોઃ કોરોના સામે જંગ વચ્ચે ભારત બાયોટેકનું એલર્ટ, આવા લોકો ના લે ‘કોવેક્સીન’ની રસી

18 વર્ષ પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યું

18 વર્ષ પહેલાં 2003માજયકિશોર પ્રધાનનો એક પગ માર્ગ અકસ્માતમાં બેકાર થઇ ગયો હતો.પગમાં લાગેલી સ્પ્રિંગને સહારે થોડી તકલીફથી ચાલી શકતા જયકિશોરે બીબીસીને જણાવ્યું કે તેમના મન ડોક્ટર (MBBS at 64)બનવાની ચાહ તો બાળપણથી જ હતી.

1974-75માં 12મુ ધોરણ પાસ કર્યા બાદ મેડિકલની પરીક્ષા આપી હતી. પરંતુ સફળ થયા નહતા. જ્યકિશોરે તે સમયે મેડિકલમાં વધુ એક વર્ષ ગુમાવવાને બદલે BSCમાં એડમિશન લઇ આગળનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.

ફિઝિક્સમાં આનર્સ થઇ SBIમાં જોડાઇ ગયા

જયકિશોરે ત્યારે ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ)માં ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન પુરું કર્યું. પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં નોકરીએ લાગી ગયા.

સમય જતાં 1982માં તેમના પિતા બીમાર થયા બે વખત ઓપરેશન થયું. પરંતુ ફેર ન પડતા બીજી હોસ્પિટલમાં સારવાર કરાવી જ્યાંથી સ્વસ્થ થઇ તેઓ પરત થયા. પિતાની સારવાર દરમિયાન તેમને ફરી ડોક્ટર બનવાની ઇચ્છા જાગી પરંતુ ત્યાં સુધીમાં ડોક્ટર (MBBS at 64)નું શિક્ષણ મેળવવા માટેની વયમર્યાદા વટાવી ચૂક્યા હતા.

આ પણ વાંચોઃ WhatsApp વેબ પણ નથી સેફ, ગૂગલ સર્ચ પર જોવા મળી રહ્યા છે યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર

…પણ જોડિયા દિકરીઓને ડેન્ટિસ્ટ બનાવી

પ્રધાન ત્યારે સપનું પુરું ન કરી શક્યા પરંતુ બેન્કમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે બંને જોડિયા દિકરીઓને ડોક્ટર (MBBS at 64)બનવા પ્રેરિત કરી. 30 સપ્ટેમ્બર 2016માં તેઓ રિટાયર્ડ થઇ ગયા.

પુત્રીઓને મેડિકલના અભ્યાસ માટે મદદ કરી. તેમની મહેનત, પ્રેરણા અને જુસ્સાએ ફળા આપ્યું અને તેમની બંને પુત્રી BDS(ડેન્ટલ સાયન્સ)માં પાસ થઇ ગઇ.

2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તક ઝડપી

દરમિયાન સુપ્રીમ કોર્ટે 2019માં નીટની પરીક્ષા માટે વમર્યાદા હટાવતો ચુકાદો આપતા પ્રધાને તક ઝડપી લીધી અને તે જ વર્ષે નીટની પરીક્ષા આપી દીધી. પણ તેમાં સફળ થયા નહીં.

નીટમાં સફળ ન થવાથી તેઓ નાસીપાસ થયા નહીં. તેમણે કહ્યું કે ત્યારે તો કોઇ તૈયારી વિના માત્ર પુત્રીઓની જીદને કારણે પરીક્ષા આપી હતી. ફેલ થયો, પણ ફાયદો જરૂર થયો કે ખબર પડી ગઇ કે નીટની પરીક્ષમાં શું હોય છે. સવાલ કેવા પુછાય છે. બસ બીજી વખત પૂર્ણ તૈયારી સાથે પરીક્ષા (MBBS at 64)આપી અને પાસ થઇ ગયો.

દરમિયાન પુત્રી ગુમાવવાનું પહાડ જેવું દુઃખ

પ્રધાને નીટની પરીક્ષા આપી ગત ડિસેમ્બર 2020માં તેનુ રિઝલ્ટ પણ આવી ગયું પરંતુ તે દરમિયાન નવેમ્બરમાં એક દુર્ધટનાએ પ્રધાન સહિત આખા પરિવારને હચમચાવી દીધું. તેમને ડોક્ટર બનવા સૌથી વધુ પ્રેરિત કરનારી જોડિયા પૈકીની મોટી દિકરીનું મૃત્યુ થઇ ગયું.

પ્રધાને કહ્યું- તે જીવિત હોત તો આજે સૌથી વધુ ખુશ થાત. દુર્ભાગ્યથી મારુ રિઝલ્ટ આવતા પહેલાં જ તેણે દુનિયા છોડી દીધી.

આ પણ વાંચોઃ 2 મહિનાથી લાપતા જેક મા અચાનક સામે આવ્યા, ચીનના સરકારી મીડિયાએ શેર કર્યો વીડિયો

સપ્તાહ પહેલાં જ મેડિકલમાં પ્રવેશ મળ્યું

MBBS at 64.1

MBBS at 64.1

એક સપ્તાહ પહેલાં જ પ્રધાનને બુર્લાની વીર સુરેન્દ્ર સાય મેડિકલ(MBBS at 64)કોલેજમાં એડમિશન મળી ગયું. પરંતુ હજુ અભ્યાસ શરુ થયો નથી. તેમણે યુવાન કલાસમેટ્સ સાથે અને પોતાનાથી નાની વયના ફેકલ્ટી પાસેથી ભણવા અંગે જણાવ્યું કે,

“હું મારા વતી પુરી કોશીશ કરીશ કે મારી સાથે ભણનારા સ્ટુડન્ટ્સ મને પોતાનો કલાસમેટ સમજે અને મારી સાથે એવો જ વર્તાવ કરે. જ્યાં સુધી ફેકલ્ટીઝનો સવાલ છે તો, તેઓ મારા માટે ગુરુ જ રહેશે ભલે વયમાં નાના હોય.”

એમબીબીએસ કર્યા બાદ પ્રેક્ટિસ કરવા અંગે તેમણે સ્પષ્ટપણ જણાવ્યું કે,

“નોકરી કરી પૈસા કમાવવાની મારી વય વિતી ગઇ છ. તની મને ઇચ્છા પણ નથી. કારણ કે મને મળતું પેન્શન ગુજરાન માટે પુરતુ છે. હું હવે ડોક્ટર માત્ર એટલા માટે બનવા માગું છું કે અમારા વિસ્તારના ગરીબ દર્દીઓની સેવા કરી શકું. આવું કરી શકીશ તો હું પોતાને ભાગ્યશાળી માનીશ.”

પ્રધાન રેકોર્ડ રચવા માટે કે પૈસા કમાવવા માટે આ ઉંમરે ભલે ડોકટર (MBBS at 64)ન બની રહ્યા હોય પરંતુ એક વાત નક્કી છે કે કોઇ વ્યક્તિ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરે અને સંપૂર્ણ લગનથી મહેનત કરે તો વય પણ તેની પ્રાપ્તિ માટે અવરોધ નથી બનતી, સિવાય કે કુદરત….

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9