Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદનાં મેયર બિજલ પટેલે જ માસ્ક ન પહેરતા કર્યો કાયદાનો ભંગ, શું AMC રૂ. 200 દંડ વસુલશે ખરૂ?

અમદાવાદનાં મેયર બિજલ પટેલે જ માસ્ક ન પહેરતા કર્યો કાયદાનો ભંગ, શું AMC રૂ. 200 દંડ વસુલશે ખરૂ?

0
1031

હાલ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાનાં પોઝિટિવ કેસનાં આંકડાઓની વચ્ચે પણ શહેરનાં મેયર હાલ મેળાઓમાં વ્યસ્ત છે. ત્યારે તમને જણાવી દઇએ કે SBI લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5000 PPE કીટ આપવાનું આયોજન કરાયું હતું. જેમાં ફોટા પડાવતી વેળાએ તમામ લોકોએ માસ્ક પહેર્યા હતાં.

જો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇ જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે તે ગાઇડલાઇનનો ભંગ અમદાવાદનાં મેયર બિજલ પટેલે કર્યો છે. આ કાર્યક્રમને અંતે મેયર બિજલ પટેલે ફોટો પડાવતી વેળાએ માસ્ક પહેરવું જોઇએ પરંતુ તેઓએ પાંચ વ્યક્તિઓ સાથે ઉભા રહીને સાથે ફોટો પડાવતી વખતે માસ્ક જ ન હોતું પહેર્યું અને તેમની રાજ્ય સરકારની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. મેયરનાં માસ્ક વિનાનાં જ ફોટાઓ AMCનાં ટ્વિટર પેજ પર પણ શેર કરવામાં આવ્યાં છે.

શું હવે AMC કે રાજ્ય સરકાર મેયર પાસેથી દંડ વસૂલશે?

જો મેયર જ આ રીતે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવતા હોય તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી ગાઈડલાઈનનાં ભંગ બદલ દંડ વસુલવામાં આવશે? કે પછી મેયર એક જવાબદાર નાગરિક તરીકે શું સામેથી જ દંડ ભરશે? #HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત “સેલ્ફી વિથ માસ્ક” માં હું પણ માસ્ક સાથે સેલ્ફી લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીનાં નવતર આયામમાં સહભાગી બની.

આપ સૌને પણ નમ્ર અનુરોધ કરું છું કે આપ પણ જોડાવો. આવું કંઇક મેયર બિજલ પટેલે ટ્વિટ કર્યું હતું પરંતુ પોતે જ માસ્ક પહેર્યા વગર દેખાતા શું તેઓએ માત્ર દેખાડો જ કર્યો કે શું જેવાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. માસ્ક વિના બહાર નીકળનારને 200 રૂપિયા દંડની જોગવાઇ છે. તો શું હવે AMC કે રાજ્ય સરકાર મેયર બિજલ પટેલ પાસેથી દંડ વસૂલશે?

જો કે આ અંગે મેયર બિજલ પટેલે પણ ટ્વિટ કરતા કહ્યું કે, ‘એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને PPE કીટ દાન સ્વીકારવાનો કાર્યક્રમ મારા સત્તાવાર નિવાસ સ્થાને જ હતો, જેથી મે માસ્ક પહેરેલ નહતો, તેમ છતાંય શુભેરછકોએ મારું ધ્યાન દોર્યું છે, મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આપ સૌની ઋણી છું.’

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર ગુજરાતનાં જ મુખ્યમંત્રીનાં નામમાં છબરડો!