Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > “દેર આયે દુરુસ્ત આયે”: મેયર સહિત કોર્પોરેટરોના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદાશે

“દેર આયે દુરુસ્ત આયે”: મેયર સહિત કોર્પોરેટરોના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદાશે

0
66
  • ભાજપના 159 કાઉન્સીલરોએ બજેટમાંથી રૂ. 5 લાખ ફાળવ્યા
  • મેયરના સ્પેશ્યલ બજેટમાંથી રૂપિયા 16 લાખની ફાળવણી 

અમદાવાદ: “દેર આયે દુરુસ્ત આયે” યુક્તિને સાર્થક કરતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. આખરે એક વર્ષ બાદ મેયર સહિત 159 કોર્પોરેટરોના રૂ.8.11 કરોડના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક કોર્પોરેટરના બજેટમાંથી 5 લાખ એમ કુલ ભાજપના 159 કોર્પોરેટરના રૂ. 7.95 લાખ અને મેયર બજેટમાંથી 16 લાખની ગ્રાન્ટ વેન્ટિલેટર ખરીદી પાછળ ખર્ચાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે, અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બહુ આયામી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ માટે ભાજપ સરકાર જવાબદાર: અર્જુન મોઢવાડિયા

કોવિડ-19 મહામારી આ પરિસ્થિતિ ધ્યાને લઇને સને 2021-22ના ભાજપના 159 કોર્પોરેટરના બજેટમાંથી 5 લાખ તેમજ મેયરના સ્પેશિયલ બજેટમાંથી 16 લાખ મળી કુલ રૂ.8.11 કરોડના ખર્ચે 50 નંગ વેન્ટિલેટર ખરીદી માટે ફાળવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં અન્ય આનુષંગિક કાર્યવાહી ઝડપથી કરવાનો નિર્ણય કરાયો છે.

કોંગ્રેસને પહેલ બાદ શાસકો જાગ્યા

કોંગ્રેસના પ્રથમ વખત કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટર નિરવ બક્ષી સહિત કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા વગેરે ધારાસભ્યોએ પોતાના બજેટમાંથી રકમ ફાળવવા સરકાર સહિતના સક્ષમ ઓથોરિટીને ભલામણો કરી હતી. પરિણામ સ્વરૂપે સરકારને તમામ ધારાસભ્યો પોતાના બજેટમાંથી 25 લાખ રૂપિયા મેડિકલ સાધનો માટે ફાળવવાની મંજુરી આપવાનો નિર્ણય કર્યો હતો. બીજીતરફ કોંગ્રેસના 65 તથા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાઇકોર્ટમાં તેમનું તમામ બજેટની રકમ 1.25 કરોડ કોરોના સામે મેડિકલ સાધનો પાછળ વાપરવાની છૂટ માટે અરજી કરી છે. ત્યારે આજે ભાજપના મ્યુનિ. કાઉન્સિલર સહિત મેયર તરફથી બજેટ ફાળવણી અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat