Gujarat Exclusive > રાજનીતિ > ભાઈ પર આવકવેરા વિભાગની કાર્યવાહીથી માયાવતી ભડકી, કહ્યું- ‘સૌની તપાસ કરાવો’

ભાઈ પર આવકવેરા વિભાગની કાર્યવાહીથી માયાવતી ભડકી, કહ્યું- ‘સૌની તપાસ કરાવો’

0
356

બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ (Mayawati) પોતાના ભાઈ અને પાર્ટીના ઉપાધ્યક્ષ આનંક કુમાર (Anandkumar) પર આવકવેરા વિભાગની (Incometax Department) કાર્યવાહીને રાજનીતિક ષડયંત્ર ગણાવ્યું છે. માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર (Modi Govt) પર સંગીન આરોપ લગાવ્યા છે.

માયાવતીએ જણાવ્યું કે, આ પ્રકારનું પગલું ભરતા પહેલા ભાજપે પોતાના ઘરમાં પણ જોવું જોઈએ, ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા બસપા સુપ્રીમોએ જણાવ્યું કે, જો તેઓ વિચારતા હોય કે, તેઓ પ્રામાણિક છે, તો તેમની પણ તપાસ કરાવવી જોઈએ. રાજનીતિમાં આવ્યા પહેલા ભાજપના નેતાઓના પરિવારની સંપત્તિ કેટલી હતી અને હવે તે કેટલી છે, તેની પણ તપાસ કરાવવી જોઈએ.

પોતાના ભાઈ આનંદની બેનામી સંપત્તિ જપ્ત થયા બાદ માયાવતીએ મોદી સરકાર અને ભાજપને આડેહાથ લીધી છે. માયાવતીએ જણાવ્યું કે, પોતાને હરિશચંન્દ્ર માનનારી ભાજપ જણાવે કે, ચૂંટણી સમયે તેમની પાસે 2 હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા?

માયાવતીએ જણાવ્યું કે, મોદી-શાહની કંપની પર સંગીન આરોપ લગાવતા જણાવ્યું કે, ભાજપે મત ખરીદીને અને EVM સાથે છેડછાડ કરીને સત્તા પ્રાપ્ત કરી છે. ભાજપના નેતા સત્તામાં આવ્યા પહેલાના અને હાલની પોતાની સંપત્તિના આંકડા જાહેર કરે. માયાવતીએ લોકોને અપીલ કરી છે કે, RSS-BJPની કંપનીથી ગભરાવાની જરૂર નથી.

જણાવી દઈએ કે, આવકવેરા વિભાગે માયાવતીના ભાઈ આનંદકુમારના 400 કરોડ રૂપિયાના એક બેનામી પ્લોટને જપ્ત કર્યો છે. આ પ્લોટ દિલ્હી નજીક નોઈડામાં આવેલો છે. આવકવેરા વિભાગ આનંદકુમારની સંપત્તિની તપાસ કરી રહ્યું છે. જેમાં તેમને જણાવા મળ્યું કે, આનંદકુમાર પાસે નોઈડામાં 28,328 સ્ક્વેર મીટરનો એક બેનામી પ્લોટ છે. સાત એકરમાં ફેલાયેલા આ પ્લોટની કિંમત અંદાજે 400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આનંદકુમાર અને તેની પત્ની વિચિત્ર લતાના આ બેનામી પ્લોટને જપ્ત કરવાનો આદેશ 16 જુલાઈના રોજ આપી દેવામાં આવ્યો હતો. જે બાદ 18 જુલાઈના રોજ આવકવેરા વિભાગે પ્લોટ જપ્ત કર્યો હતો.

‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ પ્રદિપ શર્માએ આપ્યું રાજીનામું, લડી શકે છે વિધાનસભા ચૂંટણી