Gujarat Exclusive > રાજનીતિ > માયાવતીએ એકલા વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી

માયાવતીએ એકલા વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી

0
60

લખનઉં: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ સાથે જ રાજકીય દળ એક બીજા પર નિશાન સાધી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ સત્તાધારી દળ ભાજપ સાથે સપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી કોઇની સાથે ચૂંટણીમાં ગઠબંધન નહી કરે અને પોતાના દમ પર ચૂંટણી લડશે.

માયાવતીએ કહ્યુ, “જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, ભાજપ અને અન્ય વિરોધી દળોએ રાજ્યના લોકોને લલચાવવાનું નાટક શરૂ કરી દીધુ છે. સાચુ તો આ છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની પરિયોજનાઓની જાહેરાત અને ગત 1-2 મહિનામાં અધૂરા કામનું ઉદ્દઘાટન ચૂંટણી સુધી ચાલુ રહેશે.”

જો કોંગ્રેસ દાવા પૂર્ણ કરતી તો સત્તામાંથી બહાર ના રહેતી

કોંગ્રેસ પર નિશાન સાધતા માયાવતીએ કહ્યુ, “રાજ્યના લોકો સપાની જેમ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા કેટલાક ચૂંટણી દાવા પર આસાનીથી વિશ્વાસ નથી કરવાના. જો કોંગ્રેસે પોતાના ચૂંટણી દાવાના 50 ટકા પણ પુરા કર્યા હોત તો તે કેન્દ્ર, યુપી અને દેશના મોટાભાગના રાજ્યમાંથી સત્તાની બહાર ના થાત.”

આ પણ વાંચો: સમીર વાનખેડેની મુશ્કેલી વધશે!, સાક્ષી પ્રભાકર સૈલે કહ્યુ- વસુલીમાં તે પણ સામેલ

કોઇની સાથે ગઠબંધન નહી થાય

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં ગઠબંધનને લઇને માયાવતીએ કહ્યુ કે તેમની પાર્ટી કોઇની સાથે ગઠબંધન નહી કરે. બીએસપી સુપ્રીમોએ કહ્યુ, “બસપાનું કોઇ પણ પાર્ટી સાથે કોઇ ચૂંટણી સમજૂતિ નહી થાય. અમે પોતાના દમ પર ચૂંટણી લડીશુ. અમે સમાજના તમામ વર્ગોના લોકોને એક સાથે લાવવા માટે સમજૂતિ કરી રહ્યા છીએ. આ ગઠબંધન સ્થાયી છે. કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇરાદો નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat