Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > માત્ર 100 લોકોએ બેંકોના ₹ 4.5 લાખ કરોડ દબાવ્યા, RBIનો નામ આપવાનો ઈન્કાર

માત્ર 100 લોકોએ બેંકોના ₹ 4.5 લાખ કરોડ દબાવ્યા, RBIનો નામ આપવાનો ઈન્કાર

0
1076

બેંકો અને લોન આપતી સંસ્થાઓની નૉન પરફોર્મિંગ એસેટ્સ (NPA) ભારતીય અર્થ વ્યવસ્થા પર ભારરૂપ બની રહી છે. NPA એટલે કોઈ વ્યક્તિ કે કંપની લોન લીધા બાદ બેંકને પરત કરવામાં નિષ્ફળ નીવડે, તો તેનું લોન એકાઉન્ટ નૉન પરફોર્મિંગ એસેટ કહેવાય છે. ભારતમાં કુલ NPAનો 50 ટકા હિસ્સો એટલે કે અંદાજે સાડા 4 લાખ કરોડ રૂપિયાની રકમ ટૉપ 100 લોન લેનારના નામે બાકી છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટે RTI દ્વારા આ જાણકારી મળી હોવાનો દાવો કર્યો છે.

RBIએ જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018 સુધી ટોપ 100 લોન લેનારાઓના કારણે 4,46,158 કરોડ રૂપિયા NPA પેન્ડિંગ છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, ટોપ 100 ઉધાર લેનારાઓએ બેંકોના અંદાજે 4.5 લાખ કરોડ રૂપિયા દબાવીને રાખ્યા છે. જો કે RBIએ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે કે, આ ટોપ 100માં કોણ-કોણ લોકો છે. રિપોર્ટ પ્રમાણે 5 ફેબ્રુઆરી 2019ના તત્કાલીન નાણાંમંત્રીએ રાજ્યસભામાં આ જાણકારી આપી હતી કે, 31 ડિસેમ્બર 2018 સુધી કોમર્શિયલ બેંકોના NPAનો આંકડો 10,09,286 કરોડ રૂપિયા હતો. જેમાં સરકારી બેંકોના NPAનો હિસ્સો 8,64,433 કરોડ રૂપિયા હતો.

જણાવી દઈએ કે, 26 એપ્રિલ 2019ના સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ડિફૉલ્ટર્સની જાણકારી જાહેર કરવાના ઈન્કાર સાથે સંકળાયેલ અવમાનના નોટિસ પર સુનાવણી કરી હતી. અદાલતે RBIની આલોચના કરતા જણાવ્યું કે, આ તમામ જાણકારી જનતાને પણ આપવી જોઈએ. આ RBI પાસે આખરી તક છે, જો હજું પણ બેંક આ તમામ જાણકારી સાર્વજનિક કરવાનો ઈન્કાર કરશે, તો તેના વિરૂદ્ધ અવમાનનાના કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ RBIએ RTIનો જવાબ આપતા જણાવ્યું કે, 100 ટોપ ઉધાર લેનારાઓની જાણકારી આપવાનો ઈન્કાર કર્યો હતો. ઉધાર લેનારાઓના નામ અને તેમની પાસેથી લેવાની નીકળતી રકમ અને, જે વ્યાજ પર તેમને લોન આપવામાં આવી હતી વગેરે જાણકારી માંગવામાં આવી હતી. જો કે RBIએ જણાવ્યું કે, આ પ્રકારની કોઈ જાણકારી હાલ ઉપલબ્ધ નથી.

મળો ભારતીય ક્રિકેટ ટીમના ‘જબરા ફેન’ ચારૂલતા પટેલને, વિરાટ-રોહિતે લીધા આશીર્વાદ