Gujarat Exclusive > દેશ-વિદેશ > Mathura: કૃષ્ણ જન્મભૂમિના દાવાની અરજી કોર્ટે ફગાવી દીધી, શું આપ્યું કારણ

Mathura: કૃષ્ણ જન્મભૂમિના દાવાની અરજી કોર્ટે ફગાવી દીધી, શું આપ્યું કારણ

0
169
  • કોર્ટે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનો હવાલો આપ્યો
  • Mathura કૃષ્ણ જન્મભૂમિ અંગે અરજીમાં પુરતો આધાર નથીઃ કોર્ટ

નવી દિલ્હી/મથુરાઃ એક તરફ 30 સપ્ટેમ્બરના રોજ 28 વર્ષ બાદ બાબરી ધ્વંસ કેસનો ચુકાદો આવ્યો તો, બીજી બાજુ મથુરા (Mathura)માં કૃષ્ણ જન્મભમિના દાવાની અરજી મથુરા સિવિલ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે અરજી સ્વીકારવા માટે પુરતો અધાર નથી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 1968માં ગેરકાયદે સમજૂતિ હેઠળ ભગવાન કૃષ્ણનું અસલી જન્મસ્થળ શાહી મસ્જીદને આપી દેવાયું હતું. પરંતુ સિવિલ કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે અરજીની સુનાવણી માટે પુરતો આધાર નથી.

આ પણ વાંચોઃ બાબરી કેસમાં 28 વર્ષ બાદ ચુકાદો, આ રહીં સંપૂર્ણ ટાઈમલાઈન

Mathura સિવિલ કોર્ટે કહ્યું કે 1991ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ (Places of Worship Act) હેઠળ તમામ ધર્મસ્થળોની સ્થિતિ 15 ઓગસ્ટ 1947વાળી રાખવાની છે. આ કાયદામાં માત્ર અયોધ્યા અપવાદ હતું.

દરેક નાગરિકને ફરિયાદ કરાવાનો અધિકારઃ ફરિયાદી વકીલ

ફરિયાદી પક્ષ વતી સીનિયર એડવોકેટ હરીશંકર જૈન અને એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે બહારની વ્યક્તિઓ દ્વારા આ મામલે અરજી દાખલ કરાઇ હતી. જે અંગેના પ્રશ્ન પર તેમણે કોર્ટને IPC (ભારતીય દંડ સંહિતા)ની કલમ 16 અને 20નો હવાલો આપ્યો હતો. જે મુજબ દરેક ભારતીય નાગરિકને ક્યાંય પણ કોઇ પણ જિલ્લામાં પોતાની ફરિયાદ કરવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બાબરીધ્વંસના સ્થળે નેતાઓ લોકોને ઉશ્કેરતા ન હતા, પરંતુ અટકાવી રહ્યા હતાઃ કોર્ટ

રામ મંદિરના ચુકાદાનો હવાલો આપ્યો Mathura

ફરિયાદી વકીલોએ જણાવ્યું કે અરજીની સુનાવણી માટે કોર્ટમાં રામ મંદિર અંગે કોર્ટના ચુકાદાના પેરા 116નો હવાલો આપવામાં આવ્યો હતો. સાથે કહેવામાં આવ્યું કે મંદિર નિર્માણનું કોન્સેપ્ટ અમિટ અને કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર છે. મહામના મદન મોહન માલવીય વગેરે દ્વારા લેવાયેલો સંકલ્પ મંદિર નિર્માણ પછી પણ કાયમ છે.

Mathuraમાં ભવ્ય કૃષ્ણ મંદિર નિર્માણનો તર્ક રજુ કર્યો

Mathura

Mathura

તેમણે બુધવારની સુનાવણીમાં કોર્ટ સમક્ષ Mathura શ્રીકૃષ્ણ જન્મસ્થળ અને કટરા કેશવદેવ પરિસરમાં ભગવાન કૃષ્ણ મંદિર બનાવવા સંબંધિત ઇતિહાસની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

એવું કહેવામાં આવ્યું કે શ્રીકૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાનને શાહી મસ્જીદ મેનેજમેન્ટ સમિતિ સાથે કોઇ પણ પ્રકારની સમજૂતિનો અધિકાર નહતો. તેથી તેમના દ્વારા કરાયેલી કોઇ પણ સમજૂતિ ગેરકાયદેસર છે. માટે શાહી ઇદગાહના નિર્માણ માટે કબજે કરાયેલી જમીન પર તેનો કબજો ગેરકાયદેસર છે.

આ પણ વાંચોઃ બાબરી કેસમાં કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

જમીનનો કબજો શ્રીકૃષ્ણ વિરાજમાનને સોંપવા માગ

ફરિયાદ પક્ષના વકીલોએ કૃષ્ણ સખીના રુપમાં અરજદાર રંજના અગ્નિહોત્રીની માગનું સમર્થન કરતા  સંપૂર્ણ જમીનનો કબજો શ્રીકૃષ્ણ વિરાજમાનને સોંપવાની માગણી કરી છે.