Gujarat Exclusive > ધર્મ > માથા પર તિલક લગાવવાથી મળશે ચમત્કારિક લાભ, જાણો શું છે કારણ

માથા પર તિલક લગાવવાથી મળશે ચમત્કારિક લાભ, જાણો શું છે કારણ

0
572

ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ પૂજા, પાઠ, યજ્ઞ અને અનુષ્ઠાન વગેરેનો શુભારંભ શ્રીગણેશની પૂજાથી થાય છે. કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન તિલક ધારણ કર્યા વિના આરંભ નથી કરવામાં આવતી. ધાર્મિક માન્યતા અનુસાર, મસ્તકને અશુભ અને અસુરક્ષિત માનવામાં આવે છે. આથી અહીં ચંદન, કંકુ, સિંદૂર અને ભસ્મનું તિલક લગાવવામાં આવે છે. પૂજા અને ભક્તિનું એક અભિન્ન અંગ તિલક પણ છે. તિલક મસ્તક પર બન્ને ભ્રમરોની વચ્ચે નાસિકા (નાક)ની ઉપરના ભાગે કરવામાં આવે છે, જે આપણા ચિંતન અને મનનનું સ્થાન છે. જે ભાગ ચેતન અને અચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે, જેને આજ્ઞા ચક્ર પણ કહે છે.

આ સ્થળને શિવનેત્ર અર્થાત કલ્યાણકારી વિચારોનું કેન્દ્ર પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ તેને પીનિયલ ગ્રંથીનું નામ આપ્યું છે. પ્રયોગો દ્વારા પણ આ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, પ્રકાશ સાથે તેનો ગાઢ સબંધ છે. ધ્યાન ધરવાથી સાધકમાં જે પ્રકાશ ઉદ્દભવે છે, તેને આજ્ઞાચક્ર કહે છે. આપણા ઋષિઓ આ તથ્ય વિશે પહેલાથી જ જાણતા હતા. આથી જ તેમણે તિલક કરવાની પ્રથાને પૂજાની સાથે જ તમામ શુભ કાર્યો સાથે જોડીને તેને ધર્મ-કર્મનો એક અભિન્ન અંગ બનાવી દીધો. જેથી તેને નિયમિત રૂપે આ સ્થાને સ્પર્શ થકી તિલક લગાવવાથી લાભ મળતો રહે.

સેથીમાં સિંદૂરમાં ઉપસ્થિત લાલ તત્વ પારાનું રેડ ઓક્સાઈડ હોય છે. જે શરીર માટે લાભદાયક છે. સેથીમાં સિંદૂર અને શુદ્ધ ચંદનનો પ્રયોગ કરવાથી મોઢી પરની કરચલીઓ મહદઅંશે દૂર થાય છે. સેથીમાં સિંદૂર લગાવવાથી મસ્તિષ્ક સબંધી ક્રિયાઓ નિયંત્રિત, સંતુલિત અને નિયમિત રહે છે અને માનસિક વિકાર નષ્ટ થાય છે. જો કે વર્તમાનમાં જે કેમિકલ્સના ચાંદલા (સેથીનું સિંદૂર) ચલણમાં છે. જેનો લાભ મળવાની જગ્યાએ નુક્સાન વધુ થાય છે.

કપાળ (લલાટ) પર નિયમિત તિલક કરતા રહેવાથી મસ્તિષ્કના રસાયણો સેરાટોનિન અને બીટા એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિર રહે છે. જેનાથી માનસિક તનાવ દૂર થાય છે અને માથુ નથી દુખતો તેમને બુદ્ધિ તીવ્ર બને છે.

તિલક કરવાની વિધિ
સામાન્ય રીતે ચંદન, કંકુ, હળદર, યજ્ઞની ધૂપ, તુલસી અથવા પીપળના મૂળ કે પછી માટી વગેરેના તિલક લગાવવામાં આવે છે.

ચંદનનું તિલક લગાવવાથી પાપોનો નાશ થાય છે. વ્યક્તિ સંકટોથી ઉગરી જાય છે અને તેના પર લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે. શ્વેત અને રક્ત ચંદન ભક્તિનું પ્રતિક છે. કંકુમાં હળદરનું મિશ્રણ કરવાથી ત્વચાને શુદ્ધ રાખવામાં સહાયતા મળે છે. યજ્ઞની ભસ્મનું તિલક કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર, તિલક લગાવવાથી ગ્રહો શાંત થાય છે.

ચાણક્ય નીતિ: કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરતા પહેલા જરૂર જુઓ આ ગુણો, જીવનભર રહેશો ખુશ