Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતની જીત બાદ સોશિયલ મીડિયામાં મેચ ફિક્સ હોવાની ચર્ચા

ભારતની જીત બાદ સોશિયલ મીડિયામાં મેચ ફિક્સ હોવાની ચર્ચા

0
79

T-20 વલ્ડ કપમાં ગતરોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતના ભવ્ય વિજયને લઈને હાલ સોશિયલ મીડિયામાં ફિક્સ્ડ મેચ, ફિક્સિંગ જેવા હેશટેગ જોવા મળી રહ્યા છે. મોટાભાગે પાકિસ્તાની ફેન્સ ફિક્સ્ડ મેચ, ફિક્સિંગ જેવા હેશટેગ વાપરી પોસ્ટ કરતા નજરે પડ્યા હતા.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બાદ ટ્વિટર પર ફિક્સ હેશટેગનો ઉપયોગ કરનારા ક્રિકેટ ફેન્સ પાકિસ્તાનના હતા. આ મેચ બાદ ભારતના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે. વસીમ અકરમ અને વકાર યૂનિસે આ મેચને ફિક્સ ગણાવતા પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકોને ઠપકો આપતા કહ્યું કે આ બકવાસ છે. આવું વિચારવું પણ ના જોઈએ.

વસીમ અકરમે કહ્યું કે ભારત એક સારી ટીમ છે અને તેના શાનદાર પુનરાગમનથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. A-સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન અકરમે કહ્યું હતું કે મને ખબર નથી કે આપણે આવી ષડયંત્રની થિયરી કેમ ઘડવાનું પસંદ કરીએ છીએ? ભારત ઘણી સારી ટીમ છે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેના કેટલાક ખરાબ દિવસો હતા. બીજી તરફ વકાર યુનિસે આ થિયરીઓને પાયાવિહોણી ગણાવી હતી. તેણે કહ્યું કે મેચને ફિક્સ કહેવું અર્થહીન છે અને લોકોએ તેના પર વધુ ધ્યાન ન આપવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat