Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > વિમાનમાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેર્યુ હોય તો ટેક ઓફ પહેલાં જ ઘર વાપસી

વિમાનમાં યોગ્ય રીતે માસ્ક નહીં પહેર્યુ હોય તો ટેક ઓફ પહેલાં જ ઘર વાપસી

0
128
  • DGCAએ વિમાન પ્રવાસમાં યાત્રીઓ માટે નવી SOP જારી કરી
  • ચેતવણી છતાં પાલન નહીં કરનારાને સુરક્ષા એજન્સીને સોંપી દેવાશે

નવી દિલ્હીઃ વધી રહેલા કોરોના વચ્ચે હવેથી વિમાનમાં જો યોગ્ય રીતે માસ્ક (Mask in Flight ) પહેરેલું નહીં હોય તેની ઘર વાપસી કરી દેવાશે. દેશમાં કોરોના પ્રકોપ સામેના જંગમાં નિયમોનું કડક પાલન કરાવવા નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ (DGCA)એ ફલાઇટ કરનારા યાત્રીઓ માટે હવે નવી SOP (ગાઇડલાઇન) જારી કરી છે. જે મુજબ યાત્રીઓએ વિમાનમાં મુસાફરી કરતી વખતે કોવિડ-19 પ્રોટોકોલના નિયમોનું પાલન કરવપં જરુરી રહેશે.

DGCAના જણાવ્યા મુજબ કોવિડ-19 પ્રોટોકોલમાં માસ્ક (Mask in Flight)રહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી સામેલ છે. જો કોઇ યાત્રી આ નિયમોનું પાલન નહીં કરે તો તેને સુરક્ષા એજન્સીને સોંપી દેવાશે. તેમજ ચેતવણી બાદ તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોના, પેટ્રોલ-ડીઝલની સાથે ખાદ્યતેલમાં પણ ભડકોઃ એક વર્ષમાં 400થી 700નો વધારો

DGCAના નવા નિયમો

  • 1. વિમાની પ્રવાસમાં યાત્રીઓએ માસ્ક પહેરવું ફરજિયાત, અપવાદરુપ પરિસ્થિતિ સિવાય માસ્ક નાકથી નીચે આવવું જોઇએ.
  • 2. સોશિયલ ડિસ્ટન્સિંગના માનદંડોનું પાલન કરવાનું રહેશે.
  • 3. એરપોર્ટ પર તહેનાત પોલીસ કર્મી કે CISF જવાન માસ્ક વિના કોઇ પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખશે.
  • 4. એરપોર્ટ ડારેક્ટર/ટર્મિનસ મેનેજર યાત્રીઓએ યોગ્ય રીતે માસ્ક પહેર્યું છે કે નહીં તેનું અને સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણીનું ધ્યાન રાખશે.
  • 5.જો કોઇ યાત્રી કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતું ન હોય તો તેને ચેતવણી આપી સુરક્ષા એજન્સીને હવાલે કરાશે.
  • 6. વિમાનમાં વારંવારની ચેતવણી છતાં કોઇ યાત્રી સરખી રીતે માસ્ક (Mask in Flight)નહીં પહેર્યું હોય તો તેને ટેક ઓફ (ફ્લાઇટ ઉપડતા) પહેલાં જ ડી-બોર્ડ (બહાર કાઢી) કરી દેવાશે.
  • 7. જો કોઇ યાત્રી માસ્ક પહેરવાનો ઇનકાર કરે કે વારંવાર ચેતવણી છતાં પાલન નહીં કરે તો તેને ‘Unruly Passenger’ (બેકાબુ પ્રવાસી)ની શ્રેણીમાં મૂકી દેવાશે. પછી તેની સાથે એરલાઇન નિયમો અનુસાર વર્તન કરશે.
  • આ પણ વાંચોઃ કિચન પર મારઃ 7 વર્ષમાં LPG ગેસના ભાવો વધીને થઇ ગયા ડબલને પાર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat