Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સાબરકાંઠા: ‘ગરીબોની હાય લો છો…જમાદાર’ માસ્કનો દંડ માંગતા આધેડ જાહેરમાં ધૂણવા લાગ્યો

સાબરકાંઠા: ‘ગરીબોની હાય લો છો…જમાદાર’ માસ્કનો દંડ માંગતા આધેડ જાહેરમાં ધૂણવા લાગ્યો

0
59

હિંમતનગર: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. માસ્ક વિના પકડાવા પર દંડની જોગવાઈ હોવા છતાં હજુ પણ કેટલાક લોકો માસ્ક વિના જોવા મળે છે. માસ્ક વિના પકડાતા લોકો પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા હોય તેવા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  Mask Fine Video 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માસ્ક વિના બહાર નીકળેલા એક આધેડ વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસે આ આધેડ પાસે દંડની રકમ માંગી ત્યારે તેણે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને જાહેર રસ્તા પર ધૂણવા લાગ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા કોઈએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

આ પણ વાંચો:  પૂર્વ PM મનમોહન સિંહે કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા Mask Fine Video 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો પ્રાંતિજનું હોવાનું કહેવાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માસ્કનો દંડ ફટકારતા આધેડ ધૂણવા લાગે છે અને મોટે-મોટેથી બોલી રહ્યો છે કે, “કોરોના જેવું કંઈ નથી, આ કમાવાનું કામ છે, જમાદાર તમે મારા જેવા ગરીબની હાય લો છો. ” Mask Fine Video 

જણાવી દઈએ કે, ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે માસ્ક ના પહેરવા પર 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat