Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખરીદયા વગર ઘરે લઇ જાઓ મારૂતીની નવી કાર, અમદાવાદ સહિત 4 નવા શહેરોમાં પણ સ્કિમ શરૂ

ખરીદયા વગર ઘરે લઇ જાઓ મારૂતીની નવી કાર, અમદાવાદ સહિત 4 નવા શહેરોમાં પણ સ્કિમ શરૂ

0
583

મારુતિ સુઝુકીએ તેના ગ્રાહકો માટે ‘મારુતિ સુઝુકી સબ્સક્રાઇબ’ (Maruti Suzuki Subscribe)ની સુવિધા શરૂ કરી

નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પોતાની કાર હોય, પરંતુ કારની કિંમત લાખોમાં હોવાથી તેને ખરીદવી સરળ નથી. એવામાં મારુતિ સુઝુકીએ તેના ગ્રાહકો માટે ‘મારુતિ સુઝુકી સબ્સક્રાઇબ’ (Maruti Suzuki Subscribe)ની સુવિધા શરૂ કરી છે. શરૂઆતમાં આ સેવા ફક્ત થોડા જ શહેરોમાં હતી, જેને હવે મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ અને ગાંધીનગર સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ આ સેવા દિલ્હી એનસીઆર (દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામ), બેંગાલુરુ, હૈદરાબાદ અને પુણેમાં શરૂ કરવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો છે.

ખરીદી કર્યા વિના કારના માલિક બનો

આ વિશેષ સુવિધા હેઠળ તમે કાર ખરીદ્યા વિના કારના માલિક બની શકો છો. એટલે તમે કાર ભાડે લઇ શકો છો. તેની બીજી એક સારી બાબત એ છે કે તમને જેટલા દિવસો માટે કાર જોઈએ તેટલા દિવસ સુધી લઈ જઇ શકાય છે. તે પછી જો તમે આ કાર મૂકી બીજી કાર લેવા માંગો છો, તો તેનો પણ આનંદ લઇ શકો છો. તેના માટે તમને કેટલીક રકમ ચુકવવી પડશે. મારુતિ સુઝુકીના સબ્સક્રાઇબની સેવા માટે કંપનીએ ઓરિક્સ સાથે ડીલ કરી છે, જે જાપાનની ઓરિક્સ કોર્પોરેશનની સબ્સિડિયરી કંપની છે. Maruti Suzuki Subscribe

આ પણ વાંચો: માત્ર ₹3,555ના હપ્તામાં મળી રહી છે Tata Tiago કાર, શાનદાર લૂક અને ફિચર્સ

કઇ કાર સબ્સ્ક્રાઇબ કરી શકાય છે?

આ સ્કીમ અંતર્ગત ગ્રાહક એક નવી સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રિઝા અને એર્ટિગાને મારૂતિના માર્કેટર ARENA પર સબ્સ્ક્રાઇબ કરી શકો છો. જ્યારે ગ્રાહક ઇચ્છે તો તેઓ એક નવી બલેનો, સિયાઝ અથવા એક્સએલ6 જેવી શાનદાર કાર મારૂતિના માર્કેટર NEXA પર સબ્સ્ક્રાઇબ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે એક કારનું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી, તમે ઇચ્છો તો બીજી કાર ળઇ શકો છો. એટલે કે તણાવ વગર કારને બદલી શકાય છે. Maruti Suzuki Subscribe

કેટલા રૂપિયા ખર્ચ થશે?

મારુતિ સુઝુકી સબ્સ્ક્રિપ્શન હેઠળ કેટલીક માસિક ફી ચૂકવવાની રહેશે. આ ફીમાં સંપૂર્ણ મેન્ટેનન્સ, વીમા અને રોડ સાઇનડ આસિસ્ટન્સ સામેલ હશે. ગ્રાહકો 24થી 48 મહિના સુધી કારને સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ ફી અલગ-અલગ શહેરમાં અલગ-અલગ હોય છે. જો તમે 48 મહિના માટે સ્વીફ્ટ એલએક્સઆઈ કાર માટે સબ્સ્ક્રાઇબ કરો છો, તો તમારે મુંબઇમાં 15,368 રૂપિયા, ચેન્નાઇમાં 15,196 રૂપિયા, અમદાવાદમાં 14,665 રૂપિયા અને ગાંધીનગરમાં 14,691 રૂપિયા ચૂકવવા પડશે. સબ્સ્ક્રિપ્શનનો સમય સમાપ્ત થવા પર તમે તેને અપગ્રેડ કરી બીજી કાર લઇ શકો છો અથવા તેને માર્કેટ પ્રાઇસ કિંમતે ખરીદી શકો છો. Maruti Suzuki Subscribe

આ પણ વાંચો: ભારતની આ 8 કાર છે સૌથી વધુ સલામત, ત્રણને મળ્યા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

ભારતમાં શાનદાર સ્કોપ!

ભારતમાં કંપનીના માર્કેટિંગ અને વેચાણના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવ જણાવે છે કે ભારતમાં કારની સબસ્ક્રાઇબ કરવાનો કોન્સેપ્ટ નવો છે, તેથી અહીં શાનદાર સ્કોપ છે. વિશ્વભરના જુદા જુદા દેશોમાં આ સુવિધા 5થી 30 ટકા સુધી છે. તેમણે જણાવ્યું કે કંપની આ સુવિધા આગામી 2-3 વર્ષમાં 40-60 શહેરોમાં ફેલાવવાની યોજના બનાવી રહી છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ સુવિધા માટે કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું ડાઉન પેમેન્ટ લેવામાં આવતું નથી. તેમજ બ્લેક અથવા વ્હાઇટ નંબર પ્લેટ પણ ગ્રાહકની પસંદગી પ્રમાણે આપવામાં આવી રહી છે. Maruti Suzuki Subscribe

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9