Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Maruti Suzukiનું વેચાણ જાન્યુઆરીમાં 1.6% વધ્યું, ઘરેલું કારોમાં 1.7 ટકાનો વધારો

Maruti Suzukiનું વેચાણ જાન્યુઆરીમાં 1.6% વધ્યું, ઘરેલું કારોમાં 1.7 ટકાનો વધારો

0
360

Maruti Suzuki Indiaએ જાન્યુઆરી મહિનામાં કારોનું વેચાણ 1.6 ટકા વધીને 1,54,123 યૂનિટ પર રહ્યું છે. એક વર્ષ પહેલા આ મહિને કંપનીએ 1,51,721 યૂનિટનું વેચાણ હતું. Maruti Suzuki Indiaના નિવેદનમાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ઘરેલુ વેચાણ 1.7 ટકા વધીને 1,44,499 યૂનિટ પર પહોંચી ગયું છે. એક વર્ષ પહેલા આ મહીનામાં કંપનીએ 1,42,150 વાહનોનું વેચાણ થયું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, Alto અને વેગનઆર સહિતના મિનિ ક્લાસ વાહનોનું વેચાણ 10.8 ટકા વધીને 25,885 યૂનિટે પર પહોંચી ગયું હતું. અગાઉ આ સમયગાળા દરમિયાન આ આંકડો 23,360 યૂનિટ પર હતો. નવી WagonR,Swift,Celerio અને Desire સહિત કોમ્પેક્ટ ક્લાસનું વેચાણ લગભગ 11.6 ટકા વધીને 84,340 યૂનિટ પર પહોંચી ગયું હતું. એક વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં 75,571 કારોનું વેચાણ થયું હતું.

યૂટિલિટી વાહનોનું વેચાણ 26.6% ઘટ્યું

મધ્યમ આકારના સેડાન વાહન સિઆઝનું વેચાણ ઘટીને 835 યૂનિટ પર રહ્યું હતું, જે એક વર્ષ પહેલા આ મહિને 2,934 યૂનિટ પર હતું. વિટારા બ્રેઝા,એસ-ક્રોસ અને એર્ટિગા સહિત યૂટિલિટી વાહનોનું વેચાણ 26.6 ટકા ઘટીને 16,460 યૂનિટ રહ્યું હતું. વર્ષ 2019ના જાન્યુઆરી મહિનામાં આ શ્રેણીના 22સ,430 વાહનો વેચાયા હતા. કંપનીએ કહ્યું જાન્યુઆરીમાં નિકાસ વધીને 9,624 યૂનિટ પર રહ્યું,જે પહેલા 9,571 યૂનિટ પર હતું.

બજેટ-2020 પર વિપક્ષના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી?