Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Maruti Suzukiએ માત્ર એક દિવસમાં વેચી 45,000 કાર, બનાવ્યો રેકોર્ડ

Maruti Suzukiએ માત્ર એક દિવસમાં વેચી 45,000 કાર, બનાવ્યો રેકોર્ડ

0
2913

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiએ આ વર્ષના તહેવારી મોસમનો ફાયદો ઉઠાવ્યો છે. કંપનીએ માત્ર એક જ દિવસમાં 45,000 કારનું વેચાણ કરી નવો ઇતિહાસ રચ્યો છે. ગત મહિને ધનતેરસના દિવસે કંપનીએ દેશભરમાં કારનું શાનદાર વેચાણ કર્યુ છે જેમાં Alto, WagonR,Swift અને Baleno જેવી કાર શામેલ છે.

ધનતેરસના દિવસે લોકો વચ્ચે નવા વાહન ખરીદી ઘરે લાવવાનો ખાસ ક્રેઝ રહે છે. મોટાભાગના લોકો આ દિવસને શુભ માનીને પોતાના વાહનની ડિલિવરી લે છે. આ વર્ષે ધનતેરસના દિવસે વેચાણ મામલે મારૂતિ સુઝુકીએ તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે. ધનતેરસના દિવસે Hyundaiએ માત્ર 12,500 યૂનિટ્સ કારોનું વેચાણ કર્યુ છે.

Mahindraએ 13,500,Kiaએ Seltosના 2,138 યૂનિટ્સ, Mercedesએ 600 અને MGએ Hectorના 700 યૂનિટ્સની ડિલીવર કરી છે. તાજેતરમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં કાપ મુક્યો હતો જે બાદ કંપનીએ 25 સપ્ટેમ્બરથી જ Alto,WagonR અને Swift સહિત કેટલાક મોડલ્સની કિંમતમાં 5,000 રૂપિયાના કાપની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ આ તહેવારની સીઝનમાં પોતાના વાહનો પર 1.50 લાખ રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ પણ આપ્યુ હતું.

MG Hector ને ટક્કર આપવા આવી રહી છે Haval H6, સસ્તામાં મળશે Land Rover અને Audiના ફિચર