Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Maruti Suzukiએ કારોની કિંમતોમાં કર્યો 4.7 ટકાનો વધારો

Maruti Suzukiએ કારોની કિંમતોમાં કર્યો 4.7 ટકાનો વધારો

0
420

Maruti Suzuki India Limitedએ નવા વર્ષમાં કાર ખરીદનારાઓને ઝટકો આપ્યો છે. કારણ કે, કંપનીએ પોતાની ઘણી કારોની કિંમતોમાં વધારો કર્યો છે. આ વધારો 4.7 ટકા સુધી કરવામાં આવ્યો છે. MSIL દ્વારા અમુક મોડેલોની કિંમતોમાં વધારો 27 જાન્યુઆરી 2020 લાગુ થઈ જશે.

કંપનીએ જાહેર કરેલા પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, ઈનપુટ કોસ્ટમાં વધારાનું કારણે કંપનીને વધારો કરવો પડ્યો છે. MSILના અનુસાર,“આ વધારો વિભિન્ન મોડેલો અને રેન્જમાં 4.7 ટકા (દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત) સુધી કરવામાં આવ્યો છે.”

તે દરમિયાન, સમાચાર એજન્સી PTIએ અહેવાલ આપ્યો છે કે કંપનીના પસંદગીના મોડેલોમાં આ વધારો 10,000 રૂપિયા સુધીનો થશે. કંપનીએ સોમવારે દેશમાં Alto BS-VI S-CNG લોન્ચ કરી છે, જેની પ્રારંભિક કિંમત 4 લાખ 32 હજાર 700 (દિલ્હીમાં એક્સ શો રૂમ પ્રાઈસ) છે.

રણજી ટ્રોફીમાં સરફરાઝની આક્રમક બેવડી સદી, પહેલા ફટકારી હતી ત્રેવડી સદી